અંબાજીમાં વેપારીએ ચાંદીના દાગીનાની જગ્યાએ નકલી દાગીના પધરાવી છેતરપિંડી આચરી

- Advertisement -
Share

અંબાજીમાં ગાંધીનગરથી દર્શનાર્થે આવેલ એક યાત્રિક પરિવાર માતાજીની પ્રસાદી-પૂજાપાની ખરીદીમાં છેતરપિંડીનો ભોગ બન્યા હતા. જેને લઈ જાગૃત યાત્રિકે અંબાજી ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સહયોગથી અંબાજીના વેપારી વિરુદ્ધ ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

થોડા દિવસ પૂર્વે જ ગાંધીનગરના એક યાત્રિક કલ્પેશ જયસ્વાલને અંબાજીમાં દુકાનદાર રાજુ હેમાજી વણઝારા ચાંદીના દાગીના કહી બનાવટી ધાતુના આપતાં શંકા જતાં મંદિર પરિસરમાં આવેલ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કરતાં ગ્રાહક સુરક્ષા વિભાગના માર્ગદર્શકે પાકું બીલ માગતાં યાત્રિકએ કહ્યું કાચી એસ્ટીમેન્ટ પરચી આપેલ છે.

[google_ad]

Advt

જ્યારે યાત્રિક પાકું બીલ લેવા દુકાનદાર પાસે જતાં પાકું બીલ કે ગેરંટી આપેલ નહીં અને યાત્રિકને ધમકાવી કાઢી મૂક્યા હતા. જેને લઇ યાત્રિકે ગાંધીનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં વેપારી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. અંબાજી ગ્રાહક સુરક્ષા કેન્દ્રના પ્રમુખ વિપુલભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ અત્યાર સુધી 14 ફરિયાદો મળી છે.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!