જમીન માટે લોહીયાળ જંગ ખેલાયો : કાંકરેજના અરણીવાડા નજીક ગૌચરની જમીન મામલે 2 જૂથ ટકરાતાં 2 લોકોના મોત : 6 લોકો ઘાયલ

- Advertisement -
Share

અન્ય 6 લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા : પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો

 

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ નજીક મંગળવારે ગૌચરની જમીનને લઇ 2 જૂથ વચ્ચે અથડામણ થતાં 2 લોકોના મોત નિપજ્યા છે.
જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થતાં શિહોરી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. મામલો વધુ તંગ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે, જર, જમીન અને જોરુ આ ત્રણેય કજીયાના છોરૂની કહેવતનો બનાવ બન્યો છે.

 

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામ નજીક આવેલી ગૌચરની જમીનને લઇ મંગળવારે 2 જૂથ આમને-સામને આવી ગયા હતા.

ઉગ્ર બોલાચાલી બાદ ધિંગાણું ખેલાતાં ગંભીર રીતે ઘવાયેલા 2 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ સમગ્ર મામલે ડી.વાય.એસ.પી. કૌશલ ઓઝાએ જણાવ્યું હતું કે, ‘શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઇ છે.

ગૌચરની જમીન પ્રશ્ને બંને જૂથ વચ્ચે આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું છે. અથડામણમાં 2 લોકોના મોત નિપજ્યા છે.
જ્યારે 6 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે શિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ગામમાં હાલ શાંતિનો માહોલ છે. લોકો પણ શાંતિ જાળવે.’

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!