ડીસા રૂરલ પોલીસ સ્ટેસનનો છેલ્લા બે માસથી નાસતો ફરતો આરોપીને ભોગબનનારની સાથે મહેસાણા નજીકથી ઝડપી પાડ્યો

- Advertisement -
Share

ડીસા રૂરલ પોલીસ સ્ટેસનમાં કલમ ૩૬૩ ૩૬૬ મુજબનો ગુનો ફરીયાદીએ તા.૨૩/૦૩/૨૦૨૦ના રોજ જાહેર કરતા ગુનો દાખલ થયેલ, ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેકટર એમ. જે. ચૌધરી કરતા હોઇ, ગુનાનો આરોપી વેલાજી ઉર્ફે હકાજી સુરાજી જાતે-ઠાકોર ઉંમરે ૨૪, ધંધો-ડ્રાઇવીંગ રહે.આસેડા તા. ડીસા વાળો ભોગબનનારને લઇ બે માસથી નાસતો સંતાતો ફરતો હોય, વારંવાર તેમના સંતાવાના સ્થળો બદલતો ફરતો હોય, તેમજ મોબાઇલ નંબર બદલી ઠેર ઠેર ફરતો હોઇ. તેમને શોધી લાવવા માટે પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ તથા નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ આર ઓઝાસાના માર્ગદર્શન હેઠળ આરોપીને પકડી પાડવા તથા ભોગબનનારને શોધી લાવવા માટેના માર્ગદર્શન આધારે અમલવારી કરવા માટે તેમજ પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.ચૌધરીની સુચના આધારે ડીસા રૂરલ પોલીસ સ્ટેસનના હેડ કોન્સ્ટેબલ રમેશભાઇ વાલાભાઇ તથા નરેશભાઇએ પોલીસ ઇન્સ્પેકટરની સાથે આરોપી તથા ભોગબનનારના સગા સબંધીઓની ઉંડાણપુર્વક પુછપરછ તથા આરોપીથી સંપર્ક ધરાવતા લાગતા વળગતા મોબાઇલ નંબરોના કોલ ડીટેઇલની એનાલીસીસ કરતા, આ કામના આરોપીનુ મોબાઇલનું લોકેશન મહેસાણા જીલ્લાના શોભાસણ ગામનુ ટ્રેસ થતાં, જગ્યાએ તપાસ કરવા આધારે હેડ કોન્સ્ટેબલને મોકલતા, શોભાસણ ગામે એક પથ્થરની ફેક્ટરીમાંથી આરોપી વેલાજી ઉર્ફે હકાજી સુરાજી ઠાકોર તથા ભોગબનનારને ઝડપી લઇ આવી કાયદેસર કાર્યવાહી કરી.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!