વોટ્સેપ યૂઝર્સ ફોટો મોકલતા પહેલા એડિટ કરી શકાશે : જાણો વિગતવાર માહિતી

Share

Whatsapp યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ એપ પર ફોટો એડિટિંગ ટૂલની સુવિધા આપવાની જાણકારી સામે આવી છે. આ એક એવું ફીચર છે, જેની સુવિધા માત્ર મોબાઈલમાં આપવામાં આવે છે. આ નવા ફીચરની મદદથી યૂઝર કોઈપણ ફોટો મોકલતા પહેલા એડિટ કરી શકશે અને સ્ટીકર લગાવી શકશે. કહેવાય છે, કે બધા જ યૂઝર્સને તાત્કાલિક આ ફીચર જોવા નહીં મળે, પરંતુ તમામ યૂઝર્સને થોડા સમયમાં આ ફીચરની સુવિધાનો લાભ મળશે. જાણકારી અનુસાર એપ્રિલમાં જાહેરાત કરવામાં આવી હતી કે, વોટ્સએપમાં બીટા વર્ઝન 2.21.16.10 પર નવા ઈમોજી પણ સામેલ કરશે.

[google_ad]

વોટ્સએપ અપડેટ ટ્રેકર WABetaInfoએ વેબ અને ડેસ્કટોપ એપ પર નવા એડિટિંગ ટૂલને નોટ કર્યા છે. આ એડિટિંગ ઓપ્શનને ‘ડ્રાઈંગ ટૂલ્સ’ કહેવામાં આવે છે. વોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ એપ પર મોકલતા પહેલા ફોટોઝને એડિટ કરવાની પરવાનગી આપે છે. મોબાઈલ એપમાં શરૂઆતથી જ ઈમેજ એડિટિંગ ટૂલ્સનો ઓપ્શન આપવામાં આવ્યો છે. નવા ડ્રોઈંગ ટૂલ્સ સાથે યૂઝર્સ ફોટોમાં ઈમોજી અને ટેક્સ્ટ ઉમેરી શકે છે, અને મોકલતા પહેલા ફોટો ક્રોપ અથવા રોટેટ કરી શકે છે.

[google_ad]

 

વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ એપને એડિટિંગ કરવા દરમિયાન ઈમેજમાં સ્ટીકર લગાવવાનું તથા અન્ય એક વધુ ફીચર મળી શકે છે. આ ફીચર હજુ સુધી મોબાઈલ પર ઉપલબ્ધ નથી. તમે જે ફોટો મોકલવા ઈચ્છો છો તે સિલેક્ટ કર્યા બાદ તમને સ્ક્રીન પર ટૂલ જોવા મળશે. ટેક્સ્ટ લખવા માટેનો વિકલ્પ નીચેની તરફ ‘View Once’ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે.

[google_ad]

 

મીડિયા રિપોર્ટ અનુસાર આ ફીચર યૂઝર્સ માટે જલ્દીથી ઉપલબ્ધ થશે. આ માટે કંપની યૂઝર્સને એન્ડ્રોઈડ, iOS અને ડેસ્કટોપ પર વોટ્સએપને અપડેટ કરવાની સલાહ આપે છે.

[google_ad]

 

એક રિપોર્ટમાં WABetaInfoએ શેર કર્યું છે કે, વોટ્સએપ બીટા એપને ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામમાં વર્ઝન 2.21.16.10માં અપડેટ કરવામાં આવ્યું છે. તેમાં અનેક નવા ઈમોજી શામેલ કરવામાં આવ્યા છે. યૂનિકોડ કન્સોર્ટિયમ દ્વારા ગયા વર્ષે જુલાઈમાં આ ઈમોજી લોન્ચ કરવામાં આવ્યા હતા અને તેને iOS 14.5માં શામેલ કરવામાં આવ્યા હતા.

[google_ad]

 

આ અપડેટ વર્ઝન વોટ્સએપ બીટા યૂઝર્સ માટે ઉપલબ્ધ હશે. આ ઈમોજીસમાં મલ્ટીપલ સ્કિન ટોન કપલ ઈમોજી સામેલ કરવામાં આવ્યા છે. આ ઈમોજીમાં દિલ સાથેના ઈમોજી, કપલ કિસિંગ ઈમોજી, ફેસ ઈન ક્લાઉડ ઈમોજી, ફેસ વિથ સ્પાઈરલ આઈઝ વગેરે શામેલ છે. આ ઈમોજીમાં કુલ 217 નવા ઈમોજી સામેલ કરવામાં આવ્યા છે.

 

From – Banaskantha Update

 


Share