ડીસામાં આવેલ મેઇન બજારમાં ટી સ્ટોલના સંચાલકોએ ચામાં ભાવ વધારો કરવા સોમવારે એક દિવસીય ટી સ્ટોલના સંચાલકો હડતાળ પર ઉતર્યાં છે.
બનાસકાંઠા જીલ્લામાં ટી સ્ટોલનું આંદોલન શરૂ થયું છે. છેલ્લા ઘણા સમયથી ટી સ્ટોલના સંચાલકો દ્વારા અડધી ચાના રૂ. 5 અને આખી ચાના રૂ. 10 લેતા હતા. પરંતુ દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે.
વધતી જતી મોંઘવારીને લઇને બનાસકાંઠા જીલ્લાના ડીસામાં મેઇન બજારમાં ચલાવતા ટી સ્ટોલના સંચાલકોએ ચાના ભાવ વધારો કરવા માટે સોમવારે એક દિવસીય હડતાળ પર ઉતર્યાં છે.
જેમાં ટી સ્ટોલના સંચાલકોએ પોતાના સ્ટોલ પર ચાના ભાવ વધારાના સ્ટીકર પણ લગાવ્યા છે. જેમાં અડધી ચા ના રૂ. 7, આખી ચાના રૂ. 14, ડીલક્ષ ચા રૂ. 25 અને કોફીના રૂ. 25 ના ભાવના સ્ટીકર લગાવ્યા છે.
જ્યારે ચામાં ભાવ વધારો કરવા માટે ડીસાના મેઇન બજારમાં ટી સ્ટોલના સંચાલકો એક દિવસીય હડતાળ પર ઉતર્યાં હતા.
From-Banaskantha update