અમીરગઢ પોલીસે દારૂ અને ગાડી સહીત રૂ. 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : ચાલક ગાડી મૂકી ફરાર

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાની અમીરગઢ પોલીસે એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. અમીરગઢ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

 

 

તે દરમિયાન ઇકબાલગઢ બ્રિજ ચડતાં પોલીસને જોઇ ગાડીનો ચાલક દારૂ ભરેલી ગાડી સાઇડમાં કરી નાસી છૂટ્યો હતો. જેથી પોલીસે દારૂ ભરેલી ગાડી સહીત રૂ. 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસને મળેલી બાતમીના આધારે ઇકબાલગઢ બ્રિજ ચડતાં છેડા નજીક જ પેટ્રોલિંગ દરમિયાન સફેદ કલરની નિસાન વાલીયા નં. GJ-01-RK-6859 ની દારૂ ભરેલી ગાડી અમીરગઢ પોલીસે ઝડપી પાડી હતી. જેમાં ગાડીનો ચાલક પોલીસને દૂરથી જોઇ ગાડી રોડની સાઇડમાં મૂકી નાસી છૂટ્યો હતો.

 

જેથી પોલીસે ગાડીમાં ચેક કરતાં ગાડી ડ્રાઇવરની સીટની પાછળના ભાગે સીટો નીકાળી ખુલ્લું બોક્સ બનાવી બોક્સની અંદર નાની-મોટી 396 જેટલી દારૂની બોટલો સંતાડેલી ઝડપી પાડી હતી.

 

જ્યારે પોલીસે રૂ. 72,000 ની કિંમતના દારૂ અને ગાડી સહીત કુલ રૂ. 2,72,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે ગાડી ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!