બનાસકાંઠા જિલ્લાના દિયોદર અનેક વિસ્તારોમાં મુન્નાભાઈ દ્વારા બોગસ હાટડીઓ ચલાવે તેવી બૂમરાણ ઉઠવા પામી હતી. ત્યારે દિયોદરના સોની ગામ ખાતે ઘણા સમયથી ચલાવી રહ્યો હતો દવાખાનુ તેને આજરોજ દિયોદરની આરોગ્યની ટીમ અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી આજે આ હાટડીઓ ચલાવતા તબીબને ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં મુન્નાભાઈ દ્વારા અનેક વિસ્તારોમાં બોગસ હાટડીઓ ધમધમી રહી હોવાની સમગ્ર જિલ્લામાં ઉમરાટ થવા પામી હતી તેમજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની પણ ઘટના સામે આવી રહી હતી.
તેને ધ્યાનમાં લઈ આજરોજ આરોગ્યની ટીમ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ બોગસ મુન્નાભાઈ તબીબને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે દિયોદરના સુંઇગામ ખાતે પણ મુન્નાભાઈ દ્વારા દવાખાનું ચલાવી રહ્યા હોવાની આરોગ્ય ટીમને થતા બીપી આજરોજ દિયોદરની આરોગ્ય ટીમ અને પોલીસની સંયુક્ત ઓપરેશન વડે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સોની ગામે ભરત ચૌધરી નામે બોગસ તબીબ ચલાવતો હતો આરોગ્યની બોગસ હાટડી જેને આજરોજ દિયોદર અને પોલીસ દ્વારા બોગસ તબીબ ભરત ચૌધરીને ઝડપી પાડી પોલીસ મથકે બોગસ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
From – Banaskantha Update