લાખણીમાં મહીલા પર વરૂએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

મહીલાના મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી : આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડીસાની ખાનગી હોસ્પિટલ બાદ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરમાં ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં ખસેડયા

 

લાખણીમાં વરૂએ એક મહીલા પર અચાનક જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. જેથી મહીલાના મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
નાર (વરુ) નો હુમલો એટલો હિંસક હતો કે, મહીલા લોહી લુહાણ થઇ ગઇ હતી. તેણીના મોંઢાના ભાગે ઉંડા ઘા પડી ગયા હતા. મોંઢાની નસો પણ તૂટી ગઇ હતી, જોકે, બનાસકાંઠાની સિવિલ હોસ્પિટલમાં મહીલાની સારવાર કરાઇ હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, લાખણી તાલુકાના લીલાબેન મુકેશભાઇ રાજપૂત જેઓ સવારના 5:00 વાગ્યાના સમયે પોતે પોતાના ઘરેથી દૂધ દોહવા માટે જઇ રહ્યા હતા.
તે દરમિયાન અચાનક જંગલ વિસ્તારમાંથી જંગલી પ્રાણી નાર (વરુ) આવીને મહીલા પર જીવલેણ હુમલો કર્યો હતો. મહીલાના મોંઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી લોહી લુહાણ કરી નાખ્યા હતા.

 

પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે લાખણી આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાઇ હતી.
જે બાદ વધુ સારવાર અર્થે ડીસામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે, ત્યાંના પ્રાઇવેટ હોસ્પિટલના તબીબ દ્વારા રૂ. 1,00,000 ઉપરાંતનો ખર્ચ થતું હોવાનું જણાવતાં ત્યાંથી દર્દીના પતિ મુકેશભાઇ રાજપૂત દ્વારા બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરમાં ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં લઇ જવામાં આવ્યાં હતા.
જેમાં મોંઢાના ભાગે ગંભીર રીતે ઉંડો ઘા પડી ગયો હતો અને મોઢું પણ કચડાઇ ગયું હતું. મોંઢા પરની નસો પણ તૂટેલી હાલતમાં હતી. જોકે, આ ઘા ઘાતક હોવાને લીધે ઉપરનું જડબું દેખાવા લાગ્યું હતું.
જેના લીધે બનાસ મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ ડૉ. નુપુર કપૂરની આગવી કોઠાસૂજથી ચહેરા પરના ઘા અને નસોનું ફરી જોડાણ કરી બેડોળ બની ગયેલા ચહેરાને પહેલાં જેવી ચમક અપાઇ હતી.

 

તબીબ દ્વારા જીણવટ ભર્યાં ટાંકા લઇ આ ઓપરેશનથી થતાં નુકશાન જેવા કે, મોંઢા પર બહેરાશ આવવી અને કાયમી ડાઘ પડવા જેવી તકલીફો નિવારી હતી.
લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન નિઃશુલ્ક કરાયું હતું. આ અંગે દર્દીના પતિએ બનાસ સિવિલ હોસ્પિટલ પરિવાર સહીત તબીબ અને મેડીકલ નર્સિગ સ્ટાફનો અભાર વ્યક્ત કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!