અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ : અંબાજીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે ડ્રોન, બોડીવોર્ન અને સી.સી. ટી.વી. કેમેરાથી વોચ રખાશે

- Advertisement -
Share

જીલ્લા કલેક્ટર કચેરીમાં કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

 

વિશ્વ પ્રસિદ્વ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોના મહામારીના લીધે છેલ્લા 2 વર્ષથી બંધ હતો.

2 વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે તા. 5 થી 10 સપ્ટેમ્બર-2022 દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાશે.
બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મેળાના આયોજન માટે 2 માસ અગાઉ અત્યારથી જ વ્યાપક તૈયારીઓ ધરવામાં આવી છે.

 

શ્રદ્ધા, સેવા અને આસ્થાના મહાકુંભ સમાન અંબાજી ભાદરવી પૂનમના મેળાના આયોજન અને વ્યવસ્થા અંગે પાલનપુરમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બુધવારે અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

 

કલેકટરે વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

 

કલેકટરે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ‘2 વર્ષ બાદ ફરીથી ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. ત્યારે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે.
અંબાજી આવતાં પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવા ભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી કરીએ.’

 

બેઠકમાં અંબાજીમાં કંટ્રોલ રૂમ, યાત્રિકો માટે પીવાના પાણી, વીજળી, આરોગ્ય, એસ.ટી. બસ સુવિધા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી, સ્વચ્છતા, રસ્તા રીપેરીંગ, વિસામા કેન્દ્રો, અંબાજી મંદિર

 

પરિસર અને ગબ્બરમાં દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહીત વિવિધ વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કલેકટરે ઉપયોગી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

 

51 શક્તિપીઠ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો આ વખતે મેળામાં નવા આકર્ષણો છે. અંબાજી આવતાં સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવશે.

 

વન વિભાગ દ્વારા થીમ બેઝ પ્લાન્ટેશન કરી બ્યુટીફીકેશન કરાશે. જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ જણાવ્યું હતું કે, ‘ભાદરવી પૂનમ જેવા આસ્થાના પર્વમાં સહભાગી થવાનો જીવનમાં અવસર મળ્યો છે.

 

ત્યારે દરેક વિભાગોએ શ્રધ્ધાના આ પર્વને માઇક્રો પ્લાનીંગ કરી અનોખો બનાવવાનો છે. મેળા પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતાં હોવાથી તેમણે આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો.

 

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાશે.

 

આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને સી.સી.ટી.વી. કેમેરાથી વોચ રાખશે. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતાં મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવશે. આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.’

 

અંબાજી મેળાની ગણના પશ્વિમ ભારતમાં ભરાતાં મોટા મેળાઓમાં થાય છે. અંબાજી ભાદરવી મહામેળાની ગણના ગુજરાતમાં જ નહી પરંતુ પશ્વિમ ભારતમાં ભરાતાં મોટા મેળાઓમાં થાય છે.
મેળા પ્રસંગે અંબાજી જતાં તમામ રસ્તાઓ માઇભક્તોથી ભરચક બની જાય છે. અરવલ્લીના ડુંગરાઓમાં મેળા પ્રસંગે ભક્તિ રસની છોળો ઉડશે. રસ્તાઓ ઉપર વિશાળ સંખ્યામાં વિવિધ સેવા કેન્દ્રો મેળા પ્રસંગે કાર્યરત બનશે. મેળા પ્રસંગે સમગ્ર ઉત્તર ગુજરાત ભક્તિ રસમાં ભીંજાય છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!