ડીસાના ખરડોસણના યુવક ઉપર આસેડાના 2 શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

ડીસાના ખરડોસણ ગામના યુવક ઉપર 2 આસેડાના શખ્સોએ ઘઉંમાં ભાગ કેમ નથી આપતાં તેમ કહી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં ચકચાર મચી ગઇ હતી.

 

 

આ અંગે ઇજાગ્રસ્ત યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે 2 શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ખરડોસણના ઠાકોરવાસમાં રહેતાં હેમજી કરશનજી ઠાકોર પ્રાઇવેટ નોકરી કરી પરિવાર સાથે રહે છે.

 

જ્યારે ગુરૂવારે સાંજના સાતેક વાગ્યાના સુમારે હેમજીભાઇ અને તેમનો કાકાના દીકરા ભાઇ પારજી સરદારજી ઠાકોર બાઇક લઇ આસેડામાં દૂધ ભરાવવા માટે ડેરી તરફ જતા હતા.

 

તે દરમિયાન આસેડા ગામના કીર્તિજી કાનજીજી ઠાકોર અને તેના ભાઇ કૈલાશભાઇ કાન્તીજી ઠાકોર રસ્તામાં ઉભા હતા અને હેમજીભાઇ પાસે આવીને કહેવા લાગેલ કે, તમે મારા ભાણેજને ઘઉં કેમ આપતાં નથી.

 

જેથી હેમજીભાઇએ કહેલ કે, તેમના ભાગના ઘઉં અમે આપી દીધા છે. વધારાના ઘઉં કેમ આપીએ તેમ કહેતાં બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને લાકડી વડે હુમલો કરી માર મારવા લાગતાં હુમલાને પગલે હેમજીભાઇ અને પારજીભાઇએ બૂમો પાડતાં આજુબાજુના લોકો દોડી આવી તેમને મારમાંથી છોડાવ્યા હતા.

 

જો કે, જતાં જતાં આ બંને શખ્સોએ હેમજીભાઇને કહેલ કે, આજે તું બચી ગયો પણ હવે હાથમાં આવીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ફરાર થઇ હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

 

આ અંગે હેમજીભાઇએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કીર્તિજી કાન્તીજી ઠાકોર અને કૈલાશભાઇ કાન્તીજી ઠાકોર (બંને રહે. આસેડા, તા.ડીસા) વાળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!