ડીસાના ગોઢા નજીક લાખણીના યુવકનું બાઇક સ્લીપ ખાઇ જતાં મોત

- Advertisement -
Share

અચાનક ગાય આડી આવી જતાં બાઇકને બ્રેક મારતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો

 

ડીસા તાલુકાના ગોઢા નજીક હાઇવે ઉપર અચાનક ગાય આડી આવી જતાં બાઇક સ્લીપ ખાઇ ગયું હતું. જેમાં લાખણીના યુવકનું મોત નિપજ્યું હતું. મામા તેમના ભાણેજને ઘરે મૂકવા જતા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામમાં રહેતાં જગદીશભાઇ બચુભાઇ પરમાર તેમના ભાઇના બાઇક નં. GJ-8-CE-4544 લઇ ડીસા નજીક તેમના ભાણેજ લાખણીના ભરતભાઇ
મણાભાઇ પરમાર (ઉં.વ. આ. 20) ની દુકાને નાસ્તો લેવા આવ્યા હતા. જ્યાંથી ભરતભાઇએ લાખણી મૂકવા આવવાનું કહેતાં જગદીશભાઇ બાઇક ઉપર તેમને બેસાડી ગોઢા ગામની સીમમાં પસાર થઇ રહ્યા હતા.

 

ત્યારે હાઇવે ઉપર અચાનક ગાય આડી આવી જતાં બાઇકને બ્રેક મારતાં સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ ખાઇ જતાં ભરતભાઇ પરમાર અને બંને વ્યક્તિઓ નીચે પટકાયા હતા.
જેમાં ભરતભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને ડીસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!