દિયોદરના લાંચ લેતા ઈજનેર પાસેથી 16 લાખ રોકડ સાથે 73.13 લાખની કિંમતની મિલકત મળી

- Advertisement -
Share

બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ માર્ગ અને મકાન પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર રોડ સાઈડના ઝાડ કટિંગનુ બીલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટ પાસે 42 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. જેની તપાસમાં આ વર્ગ-3ના અધિકારી પાસેથી 73.13 લાખની અપ્રણાસર મિલકત મળી આવતા એ.સી.બી દ્વારા 126 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડી ભોગવતા મદદનીશ ઈજનેર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

દિયોદરની માર્ગ અને મકાન પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેર રાહુલ બાબુલાલ પટેલે ત્રણેક માસ અગાઉ રોડ સાઈડના ઝાડ કટિંગનુ બિલ પાસ કરવા માટે કોન્ટ્રાક્ટર પાસે 42 હજારની લાંચ માંગી હતી. અને એ.સી.બી ની ટીમે છટકું ગોઠવીને વર્ગ-3ના અધિકારીને લાંચ લેતા ઝડપી પાડયો હતો. જેને લઈ લાંચ કેસમાં ઝડપાયેલ મદદનીશ ઈજનેરેન સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે બાદ એ.સી.બી દ્વારા આરોપીની મિલકત સંબંધી તપાસ કરતા તેના પરિવારની દસ્તાવેજી પુરાવા, બેંક ખાતા અને સરકારી વ્યવહારોનુ વિશ્લેષણ કરવામાં આવતા આ ઈજનેરની ફરજ દરમિયાન કુલ 60,70,185ની આવક થઈ હતી. જેની સામે 1,33,83,414નો ખર્ચ કરેલ હોઈ બાકી બચતી 73,13,229 લાખની મિલકત અપ્રમામસર હોવાનું માલુમ પડતા એસીબી દ્વારા દિયોદર માર્ગ અને મકાન પેટા વિભાગના સસ્પેન્ડ તેમજ 126 દિવસથી જ્યુડિશિયલ કસ્ટડી ભોગવતા અધિક મદદનીશ ઈજનેર રાહુલ બાબુલાલ પટેલ સામે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર મિલકત વસાવવા બદલ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવતા લાંચની લત ધરાવતા સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!