પાલનપુરની વીમા કંપનીને ડમ્પર ચોરીના કેસમાં માલિકને રૂ. 7.50 લાખ ચૂકવવા આદેશ કર્યો

- Advertisement -
Share

વીમા કંપનીએ નાણાં આપવાનો ઇન્કાર કરતાં બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેસ કર્યો હતો

 

પાલનપુર તાલુકાના ચિત્રાસણીના ડમ્પર માલિકને ચોરાયેલા ડમ્પરનો વીમો આપવાનો વીમા કંપનીએ ઇન્કાર કરતાં બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેસ કરતાં વીમા કંપનીને રૂ. 7,50,000 ચૂકવવા આદેશ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકાના ચિત્રાસણીના હુસેનખાન અકબરખાન સુમરાનું ડમ્પર નં. GJ-08-W-0474 તા. 14/11/2019 ના દિવસે ચોડુંગરી ગામના પાટીયા નજીક ખોટવાતાં તેમના ભાઇ ડમ્પર ત્યાં મૂકીને ઘરે આવ્યા હતા. જે અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો.

 

આ અંગે દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે, પાલનપુરની ચોલા મંડલમ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લી.એ મોડી ફરિયાદ નોંધાવવા સહીતના કારણો આગળ ધરી વીમો આપવાનો ઇન્કાર કર્યો હતો. આ અંગે હુસેનખાને બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેસ કર્યો હતો.

 

જેમાં એ. બી. પંચાલે અરજદારના વકીલ આઇ.એ. પઠાણ અને એન.એમ. પઠાણની દલીલો ગ્રાહ્ય રાખી વીમા કંપનીને અરજદારને રૂ. 7,50,000 9 ટકાના સાદા વ્યાજથી ચૂકવી આપવા આદેશ અને અરજદારને ખર્ચ પેટે રૂ.1500 માનસિક ત્રાસના રૂ.1000 મળી રૂ.2500 પણ 60 દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!