CCTVમાં હત્યાની લાઈવ ઘટના થઇ કેદ : અમદાવાદમાં ગ્રીષ્માની રીતે પ્રેમિકાને પ્રેમીએ છરીથી રહેંસી નાંખી, જુઓ આ વિડીઓ

- Advertisement -
Share

સુરત હોય કે રાજકોટ, વડોદરા હોય કે અમદાવાદ ગુજરાતમાં શહેર હોય કે ગામ જ્યાં જુઓ ત્યાં મહિલાઓની સુરક્ષા સામે સતત સવાલો ઉઠે તેવા બનાવો સામે આવે છે. તેમાં પણ સુરતની ગ્રીષ્માની હત્યા બાદ ગૂનેગારો બેફામ બન્યાં હોય તેવી સ્થિતિ છે.

પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના બનાવ અટકવાનું નામ લેતું નથી. અમદાવાદના માઘુપુરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને પણ મહિલાની કરપીણ હત્યાનો બન્યો છે. ઝનૂની પ્રેમીએ પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ મહિલાને રહેંસી નાંખી હતી. આસમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.

અમદાવાદ શહેરમાં સુરતની ગ્રીષ્માની હત્યા જેવી ઘટના બની છે. અહીંયા એક પ્રેમીએ તેની પ્રેમિકાને જાહેરમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ વુમન્સ ડેના દિવસે બને છે. એક તરફ પોલીસ પેટ્રોલિંગની વાતો કરી રહી છે, તેવા સમયે જાહેરમાં અને એ પણ પોલીસ સ્ટેશનના સો મીટરના અંદર હત્યાનો બનાવ બનતા લોકોની સુરક્ષાને લઈને સ્થિતિ કથળી હોય તેવું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.

ઝનૂની પ્રેમીએ ઉપરાછાપરી કથિત પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરી દીધી હતી. હત્યાના બનાવ બાદ પરિસ્થિતિ એટલી ખરાબ બની કે મહિલાની લાશને એમ્બ્યુલન્સના આવતા ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. બીજી તરફ આ વિસ્તારમાં ગુનેગારોએ માથું ઉચક્યું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. તેવા સમયે સ્થાનિક પોલીસનો વિસ્તારમાં સહેજ પણ પ્રભાવ ન હોવાનું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.

 

માધુપુરા પોલીસ સ્ટેશન સતત વિવાદમાં રહ્યું છે, ત્યારે આજે પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર એક મહિલાની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો માથું ઊંચકી રહ્યા હતા. પણ સ્થાનિક પોલીસ તેને શરણું આપી રહી હોય તેમ મોટા કરી રહી હતી. હવે જાહેરમાં મહિલાની હત્યા અને એ પણ વુમન્સ ડેના દિવસે બની છે. તે શહેર પોલીસ માટે ખૂબ શરમજનક બાબત છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!