ઉત્તર ગુજરાતના 29 તાલુકામાં વરસાદ : વડગામમાં 2 ઈંચ વરસાદ ખાબકયો

- Advertisement -
Share

બનાસકાંઠામાં ૨૪ કલાકમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યકત કરી

 

 

ઉત્તર ગુજરાતમાં બુધવાર રાત્રે 8થી ગુરૂવાર સાંજે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં 29 તાલુકામાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં સાૈથી વધુ ઊંઝા પંથકમાં સવા બે ઇંચ અને સિદ્ધપુર અને વડગામ પંથકમાં 2 ઇંચ સાથે મોડાસા પંથકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 25 તાલુકામાં 1 મીમીથી માંડી પોણા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

 

 

ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહી હતી. વરસાદ વરસવા છતાં તાપમાન 38 થી 39 ડિગ્રીની વચ્ચે રહેતાં ઉકળાટનો કહેર અોછો થયો ન હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં હાલમાં વરસી રહેલો વરસાદ પ્રિ-મોનસુનનો ભાગ છે.

 

 

ઉત્તર ગુજરાતમાં 20 જૂનથી ચોમાસુ સક્રિય થનાર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે આપત્તિ નિયમન વિભાગના અધિકારી સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, હવામાન ખાતા તરફથી તારીખ 17 જૂન 2021થી આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હોઇ તમામ પ્રાંત અધિકારી, સંકલન અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીએ જરૂરી તકેદારી રાખવા અને પરવાનગી સિવાય હેડ કવાર્ટર ન છોડવા નિવાસી અધિકારી એ. ટી. પટેલે આદેશ કર્યો છે.

 

 

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!