હરિયાણાના સોનીપતમાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં બુધવારે એક મહિલાએ એક પુરુષ પર એસિડ ફેંક્યો હતો. અહેવાલો અનુસાર, આરોપી મહિલા પીડિત શ્યામ સિંહ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ શ્યામે ઇનકાર કરતા ગુસ્સો આવી જતા પરિણામે આ ઘટના બની.
પીડિતની હાલત નાજુક હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. ડૉક્ટરોએ કહ્યું કે તે થર્ડ ડિગ્રી બર્ન છે. પીડિતની કાકીએ મહિલા વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પીડિત ઝજ્જર જિલ્લાના બહાદુરગઢનો શ્યામસિંહ છે. 25 વર્ષીય યુવાન થોડા વર્ષો પહેલા તેના માતા-પિતાના અવસાન બાદ તેની કાકી સાથે રહી રહ્યો છે. શ્યામ એક કંપનીમાં કામ કરે છે જે આરોપી મહિલાના ગામની નજીક હતી. તેની કાકીનો આરોપ છે કે આરોપી ગોહાનામાં રહેતી હતી અને તેને નિયમિત ફોન કરતી હતી.
પીડિત શ્યામની કાકીએ જણાવ્યું કે આરોપી તેમના ભત્રીજા શ્યામ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ લઈને તેના ઘરે આવી હતી. પરંતુ અમુક દિવસો બાદ તેમને જાણવા મળ્યું કે, આરોપી પહેલેથી જ પરિણીત છે અને તેણે તેના પહેલા પતિને છોડી દીધો છે. આ કારણથી શ્યામના પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી પરંતુ તે પછી પણ તે સતત શ્યામને ફોન કરતી રહેતી હતી.
શ્યામ અને તેની કાકીએ આરોપી મહિલાના પરિવારના સભ્યોને સમક્ષ મુદ્દે એ આશા સાથે જાણ કરી કે તે તેમને હેરાન કરવાનું બંધ કરશે. પરંતુ ઊલટાની આરોપીએ શ્યામને ધમકી આપી કે તેની સાથે લગ્ન કરી લે નહીં તો તે તેને શાંતિથી જીવવા નહીં દે. ત્યારે કાકીને ચેતવણી વિશે ખબર પડતા તેણે શ્યામને સાવચેત રહેવા પણ સલાહ આપી.
તે દિવસે જ મોડા શ્યામ દૂધ ખરીદવા ગયો હતો ત્યારે અચાનક આરોપી પાંચ લીટરનો ડબ્બો લઈને આવી અને તેના પર એસિડ ફેંકી દીધું હતું. તેની કાકીએ કહ્યું કે જ્યારે તેમને આ ઘટના વિશે જાણ થઈ, ત્યારે તેઓ તરત જ શ્યામને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. એસિડ એટેકના કારણે શ્યામને હાથ, પગ, મોં, ગરદન અને પીઠનો ભાગ દાઝી ગયો હતો.
DSP વીરેન્દ્ર રાવે જણાવ્યું કે, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને મહિલાને પકડવાની શોધમાં છે. તેમણે કહ્યું કે મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સોસીઅલ મીડિયા પર લોકોએ સવાલ કર્યા છે કે મેઈનસ્ટ્રીમ મીડિયા, નેતાઓ, બોલીવુડ સ્ટાર્સની ચુપ્પી કેમ છે આ ઘટનાને લઈને? કારણ કે પીડીત પુરુષ છે એટલે?
અમુક લોકોનું કહેવું છે કે આ યુવકને ન્યાય અપાવવા કેમ કોઈ આગળ નથી આવ્યું કેમ કોઈએ રેલી નથી નીકાળી..!
From – Banaskantha Update