સુરતના વરાછા યોગી ચોક નજીકના સ્વસ્તિક પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલા અવધ મોબાઇલ દુકાનની સામેના રોડ ઉપરથી એ.સી.બી. એ ડી.જી.વી.સી.એલ. ના 2 કર્મચારીઓ સહીત 3 કર્મચારીઓ રૂ. 35,000 ની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડયા હતા.
મીટર પેટી ફરીથી નાખવા બાબતે લાંચ માંગતા એ.સી.બી.માં ફરિયાદ કરાઇ હતી. હાલ લાંચ લેતાં ઝડપાયેલા ત્રણેયની તપાસ ચાલી રહી હોવાનું એ.સી.બી.એ જણાવ્યું છે.
આ અંગે એન. પી. ગોહીલ (એ.સી.પી., એ.સી.બી. સુરત) એ જણાવ્યું હતું કે, ‘ફરિયાદીની ઓફીસમાં લાઇટ બીલ ભરેલું ન હોવાથી ડી.જી.વી.સી.એલ. યોગી ચોક સબ ડીવિઝન કચેરીના અધિકારીઓ ઓફીસમાંથી મીટર પેટી કાઢી ગયા હતા.
જે મીટર પેટી ફરીથી લગાવી આપી અને લાઇટ ચાલુ કરી આપવા માટે વીજ કંપનીના નાયબ ઇજનેર સહીત ઇલેક્ટ્રીકલ આસીસ્ટન્ટે રૂ. 35,000 ની લાંચ માંગી હોવાની ફરિયાદ મળી હતી.’
એ.સી.બી.એ ફરિયાદના આધારે હેતુલક્ષી વાતના રેકોર્ડીંગ પૂરાવા ભેગા કરી છટકું ગોઠવી ત્રણેય આરોપીઓને તા. ૨૪ મીએ લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડયા હતા. પોલીસે લાંચની રકમ રીકવર કરી આગળની તપાસ હાથ ધરી છે.
ટ્રેપિંગ અધિકારી તરીકે એસ.એન.દેસાઇ, પોલીસ ઇન્સપેક્ટર, સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન, એ.સી.બી. સ્ટાફ અને સુપર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી., સુરત એકમે કામગીરી હાથ ધરી હતી.
ઝડપાયેલા શખ્સોના નામ
(1) મિતેશકુમાર હરીશચંદ્ર પસ્તાગીયા, નાયબ ઇજનેર, વર્ગ-1, સબ ડીવીઝન, યોગી ચોક, ડી.જી.વી.સી.એલ., વરાછા સુરત
(2) યોગેશભાઇ લીમજીભાઇ પટેલ, ઇલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ, વર્ગ-3, સબ ડીવીઝન, યોગી ચોક, વરાછા
(3) વિજયભાઇ ભીખાભાઇ પરમાર (ખાનગી વ્યક્તિ) રહે. સુરત, પર વિઝન અધિકારી તરીકે એન.પી.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી., સુરત એકમે કામગીરી હાથ ધરી હતી.
From-Banaskantha update