ડીસાના રાજપુર પેપળા ગેટ પાસે ન જેવી બાબતે ગત રોજ મારામારી સર્જાઈ હતી જેમાં સામ સામે બે પક્ષના લોકોને ઇજા થઇ હતી જે બાદ આજ રોજ ડીસા દક્ષિણ પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં આવેલ રાજપુર વિસ્તારમાં આવેલ પેપળા ગેટ દશામાંના મંદિરની સામે રહેતા વેજીબેન બાબુભાઈ પ્રજાપતિ તેમજ કાંતિભાઈ કાળુભાઇ પંચાલ આ બને પક્ષ વચ્ચે ન જેવી બાબતે અગાઉ થયેલ બોલા ચાલીમાં ગત રોજ મારામારી સર્જાઈ હતી.
જેમાં બંને પક્ષના લોકોને ઇજા થઇ હતી જે બાદ ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જે બાદ આજ રોજ બંને પક્ષના લોકોએ ડીસા દક્ષિણ પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાવતા ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update