જિલ્લા કલેકટર આનંદ પટેલે ચેટીચાંદ, રામનવમી, રમઝાન માસના તહેવારોને અનુલક્ષી જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ

- Advertisement -
Share

એપ્રિલ મહિનામાં ચેટીચાંદ, રામનવમી, રમઝાન માસનો તહેવાર આવતાં હોવાથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ – 1973ની કલમ – 144 તથા જી.પી.એકટ કલમ 37 (1) મુજબનું હથિયારબંધી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક બનાસકાંઠા દ્વારા તા.30/03/2021ના પત્રથી હથિયારબંધીનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા કલેકટરને વિનંતી કરેલી.

 

 

જે અન્વયે સમયગાળા દરમ્યાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ જાનમાલને નુકશાન ન થાય તે હેતુથી સમગ્ર જિલ્લામાં નીચે જણાવેલ કૃત્યોની મનાઈ કરવાનું કલેકટરે જાહેરનામું પ્રસીધ્ધ કર્યું.

 

 

(1) શસ્ત્રો દંડા, તલવાર, ભાલા, સોટી, બંદુક, ખંજર, તથા કોઈપણ જાતના ચપ્પુ જે 2.5 ઈંચથી વધારે લાંબુ છેડેથી અણીવાળું પાનું હોઈ તેવા ચપ્પા સાથે રાખી ફરવાની તેમજ લાકડી, અથવા લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની મનાઈ.

 

 

(2) કોઈપણ શરીરને હાનીકારક અથવા સ્ફોટક પદાર્થ લઈ જવાની.

(3) પથ્થરો અથવા અથવા બીજા શસ્ત્રો અથવા ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની.

(4) સળગતી અગર સળગાવેલી મશાલ સરઘસ સાથે રાખવાની.

(5) વ્યક્તિ અથવા તેના સબ અથવા આકૃત્રિઓ અથવા પુતળા દેખાડવાની.

(6) લોકોએ બુમો પાડવાની ગીતો ગાવાની તથા વાધ વગાડવાની.

 

 

(7) જે છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલો કરવાની તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબર અથવા પદાર્થ અથવા વસ્તુઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાની અથવા અધિકારીઓના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય

 

 

અથવા તેનાથી રાજયની સલામતી જોખમાતી હોય અથવા જેના પરીણામે રાજય ઉથળી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની તથા ચાળા વગેરે કરવાની અને તેના ચિન્હો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવાની દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવાની સમગ્ર બનાસકાંઠાની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં મનાઈ ફરમાવી છે.

 

 

(1A) સરકારી નોકરી અથવા કામગીરીમાં હોય તેમજ જેને ઉપરી અધિકારીએ આવા કોઈપણ હથિયાર સાથે લઈ જવા ફરમાવ્યું હોય અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય તેમને.

(2A) સરકારી નોકરી કે જેઓને પોતાની ફરજ અંગે પ્રતિબંધિત હથિયાર જેવા કે સંગીન વિગેરે સાથે રાખવા પડતા હોય તેમને લાગુ પડશે નહીં.

 

 

(3A) જિલ્લા મેજીસ્ટ્રેટ/અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ/પોલસ અધિક્ષકએ અધિકૃત કરેલ કોઈપણ અધિકારીઓએ જેને શારિરીક અશકિતના કારણે લાકડી અથવા લાઠી સાથે રાખવાની પરવાનગી આપેલ હોય તેવી વ્યકિતઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા. 30/04/2021 સુધી અમલમાં રહેશે.

 

 

આ આદેશનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતના ફોજદારી અધિનિયમ સને. 1860ની કલમ 188 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ સજાને પાત્ર થશે.

 

 

આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ 188 તથા ગુ.પો. અધિ. કલમ 135 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!