એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : જીલ્લા પુરવઠા અધિકારી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

પુરવઠા અધિકારીએ ગાડી રોકી લાયસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કર્યાં હતા : ફરિયાદી સાથે લાંચની વાતચીત કરી લાંચ પેટે રૂ. 1,00,000 ની માંગણી કરી હતી

 

ભ્રષ્ટાચારનો વ્યાપ રાજ્યમાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે પરંતુ જાગૃત નાગરિકોને કારણે અનેક ભ્રષ્ટ અધિકારીઓ એન્ટી કરપ્શનના હાથે પણ ઝડપાઇ જતાં હોય છે. આવું જ કંઇક બન્યું છે.

નવસારી જીલ્લામાં જ્યાં ઓઇલનો વેપાર કરતાં વેપારી પાસે જીલ્લા પુરવઠા અધિકારીએ લાંચની માંગણી કરતાં વેપારીએ એ.સી.બી. નો સંપર્ક કરી છટકું ગોઠવતાં અધિકારીને એ.સી.બી.એ રૂ. 1,00,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડી આગળની પાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ઓઇલ વેપારી જે આ કેસમાં ફરિયાદી છે તેની ટાટા આઇશર ગાડી જેમાં એલ.ડી.ઓ. ભરેલ હતું. તે પુરવઠા અધિકારીએ ગાડી રોકી લાયસન્સ, બીલ વિગેરે કાગળો ચેક કર્યાં હતા.
જે કાગળો ચેક કર્યાં બાદ આરોપીએ ફરિયાદીની આઇશર ગાડીને જવા દીધી હતી. ત્યારબાદ આરોપી અધિકારીએ ફરિયાદી સાથે લાંચની વાતચીત કરી લાંચ પેટે રૂ. 1,00,000 ની માંગણી કરી હતી.

 

એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી નવસારી ગણદેવી રોડ પર આવેલા ઇટાળવા ગામમાં આવેલ રાજહંસ થીયેટર નજીક લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

 

આરોપી અધિકારીએ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ. 1,00,000 માંગી સ્વીકારી સ્થળ પર ઝડપાઇ ગયા હતા.

 

આ કેસમાં ટ્રેપીંગ અધિકારી એસ.એચ.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર, તાપી એ.સી.બી. પો.સ્ટે. અને સ્ટાફ સહીત એન.પી.ગોહીલના સુપરવિઝનમાં યોજાયું હતું.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!