ડીસાના ખરડોસણ નજીક સર્જાયો ત્રિપલ અકસ્માત, બાઈક સવારે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો

- Advertisement -
Share

ડીસા – પાટણ હાઈવે પર આવેલ ખરડોસણ અને જુનાડીસા વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર બે યુવકો તેમજ સ્વીફ્ટ ગાડીમાં બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ડીસા સિવિલ ખસેડાયા હતા.

 

 

ડીસા – પાટણ હાઇવે ઉપર બેફામ દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. ત્યારે આજે સ્વીફ્ટ, બાઇક તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ માર્ગ અકસ્માત મળતી વિગતો મુજબ ખરડોસણ અને જુનાડીસા ગામના બેફામ ઝડપે ડીસાથી પાટણ સ્વીફ્ટ ગાડી અને બાઈક અને આઇસર પાટણ તરફ જતી સ્વીફ્ટ ગાડી અને આઇસર વચ્ચે બાઇક આવી જતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર ગંભીર હદે ઘવાયો હતો.

 

 

જેની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને 108 મોબાઈલ વાન મારફત બાઇક પર ઘવાયેલા ઠાકોર પ્રકાશ પારધીજી અને ઠાકોર હમીરજી પુનાજીને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

 

 

તેમજ સ્વીફ્ટ ગાડીમાં ઠાકોર નાવાજી સ્વરૂપજી ઠાકોર તેમજ ઠાકોર ભૂપતજી ઓઢારજી ખાનગી વાહન મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતા. જેમાં બાઇક પર સવાર પ્રકાશ પારધી ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ અન્ય ત્રણ લોકો ને વધુ સારવાર રીફર કરવામાં આવ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!