ડીસાની મેડીકલની દુકાનમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ

- Advertisement -
Share

 

 

ડીસાના ઉમિયાનગર રોડ પર આવેલ ગુરૂકુપા મેડીકલ નામની દુકાનમાં ગઇકાલે રાત્રે 5 વાગ્યાના સુમારે આજુબાજુ કોઇ અજાણ્યા શખ્સો દ્વારા દુકાનમાં આગ લગાડી હોવાના દુકાન માલિકે આક્ષેપ કર્યાં હતા. જ્યારે આગમાં દુકાન માલિકને રૂ. 60,000 થી વધુનું નુકશાન થયું હતું.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ગણાતા ડીસામાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી છે. ડીસાના ઉમિયાનગર રોડ પર આવેલ કેતનભાઇ અમૃતભાઇ ઠક્કરની ગુરૂકૃપા મેડીકલની દુકાન આવેલ છે.

 

 

રાબેતા મુજબ ગત મોડી રાત્રે પોતાની મેડીકલ બંધ કરી ઘરે ગયા હતા. રાત્રે 5 વાગ્યાના આજુબાજુ કોઇ અજાણ્યો શખ્સ દુકાનમાં આગ ચાંપી ફરાર થઇ ગયો હતો. આગ લાગવાના કારણે આજુબાજુમાં અફડા-તફડી મચી ગઇ હતી.

 

Advt 

 

જ્યારે તાત્કાલીક દુકાન માલિકને જાણ કરતાં દુકાન માલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને દુકાનમાં લાગેલ આગને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

 

 

પરંતુ આગ લાગવાથી મેડીકલ દુકાનમાં રૂ. 60,000 થી વધુનું નુકશાન થયું હતું. જે બાદ દુકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

 

 

જ્યારે દુકાન માલિકે આક્ષેપ કર્યો હતો કે, કોઇ અજાણ્યા શખ્સો દ્વારા દુકાનમાં આગ લગાવી ફરાર થઇ ગયા છે. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

from-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!