મ્યુસિક ફિલ્ડમાં ડિસ્કો કિંગ તરીકે ઓળખાતા બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન

- Advertisement -
Share

બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું રાત્રે 69 વર્ષની વયે નિધન થયું. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિડી હતું. બપ્પી લહેરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા.

બપ્પી લહેરીના પરિવારના લોકોએ જણાવ્યું કે, તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. તેમનો દીકરો બપ્પા અત્યારે અમેરિકામાં છે અને તે આવતીકાલ બપોર સુધીમાં મુંબઈ પહોંચશે. તેના પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બપ્પી લહેરી ઇન્ડસ્ટ્રીમાં તેમના અલગ અવાજ અને સંગીત માટે જાણીતા હતા. 1975માં આવેલી ફિલ્મ ‘જખ્મી’થી તેમને ઓળખ મળી હતી. ભારતમાં પોપ સંગીત લાવવાનું શ્રેય બપ્પી લહેરીને જ અપાય છે.

ગઈકાલે રાત્રે 11.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમને છાતીમાં ઈન્ફેક્શન હતું, તેમનો પુત્ર અમેરિકામાં છે, તે આજે આવી રહ્યો છે, મૃત્યુ સમયે તેમની પત્ની, તેમની પુત્રી અને પરિવારના અન્ય સભ્યો તેમની સાથે હાજર હતા. સમાચાર એજન્સી પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બપ્પી લહેરીના મૃત્યુની માહિતી આપવામાં આવી છે. આ સમાચાર સાંભળીને તેમના ચાહકો અને લોકોમાં શોક છવાયો છે.

અમુક દિવસ પહેલા જ લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું, હવે બપ્પી લહેરી વિશે આવી રહેલા આ સમાચાર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ઝટકાથી ઓછા નથી. હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, તેમની સારવાર છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી અને સોમવારે જ રજા આપવામાં આવી હતી. ડૉક્ટરનું કહેવું છે કે બપ્પી લહેરીનું મૃત્યુ OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયા) નામની બીમારીને કારણે થયું છે.

પીટીઆઈ સાથે વાત કરતાં હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામજોશીએ કહ્યું, ‘લહેરીજીને એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે તેમને રજા પણ આપવામાં આવી હતી. મંગળવારે તેમની તબિયત અચાનક બગડતાં પરિવારજનોએ ડૉક્ટરને ઘરે આવવા કહ્યું હતું. ત્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ પછી તેમની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી બપ્પીની તબિયત સારી ન હતી. તેમનામાં કોરોનાના કેટલાક લક્ષણો પણ દેખાઈ રહ્યા હતા. પરંતુ ઘરે જ પ્રાથમિક સારવાર બાદ તેમને સારું લાગી રહ્યુ હતુ. પરંતુ મંગળવારે મોડી સાંજે અચાનક તેમની તબિયત લથડી હતી. જે બાદ તેને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપ્પી દાને એ જ કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા જ્યાં લતા દીદીની સારવાર ચાલી રહી હતી.

બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોકટરો અનુસાર, કોવિડ પછી બપ્પી દાને પણ ઘણી મુશ્કેલીઓ થઈ રહી હતી. ગયા વર્ષે પણ તેમને કોરોના થયો હતો અને તેમની તબિયત બગડી ગઈ હતી. ગઈકાલે ફરીથી બપ્પી લહેરીની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા.

ગયા વર્ષે પણ તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ બોલિવૂડ સિંગર-કમ્પોઝર બપ્પી લહેરીએ પોતે સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું હતું. આ બધું ત્યારે થયુ હતુ જ્યારે તેમની નાદુરસ્ત તબિયતની અફવાઓ ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે 68 વર્ષીય ગાયકે પોતાનો અવાજ ગુમાવી દીધો છે. આ તમામ અહેવાલોને નકારતા બપ્પી લહેરીએ એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે તે અફવાઓ સાંભળીને ઘણાં “નિરાશ” છે. બપ્પી લહેરીએ રવિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું, “કેટલાક મીડિયા આઉટલેટ્સ દ્વારા મારા અને મારા સ્વાસ્થ્ય વિશે ખોટા અહેવાલો આપ્યા છે તે વિશે જાણીને નિરાશ થયો છું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!