થરાદ-વાવ હાઇવે પર કંડલાથી આવતાં 2 હેવી રીએક્ટર માટે બ્રિજ તૈયાર થયો : થરાદની નર્મદા કેનાલને પાર કરી ન શક્યા

- Advertisement -
Share

આશરે રૂ. 4 કરોડના ખર્ચે હંગામી લોખંડના ફોલ્ડીંગ બ્રિજ સંપૂર્ણ તૈયાર થયો છે

 

થરાદ-વાવ હાઇવે પરની નર્મદાની મુખ્ય કેનાલમાં ગઇકાલે પાણી છોડયું પણ કંડલાથી આવતાં 2 ભારે વાહનો (રીએક્ટર) પસાર કરવાની કામગીરી ચાલી રહી હતી.

તે આશરે રૂ. 4 કરોડના ખર્ચે હંગામી લોખંડના ફોલ્ડીંગ બ્રિજ સંપૂર્ણ તૈયાર થયો છે. પરંતુ આ ભારે વાહનો જે જગ્યાએ મૂકેલ હતા.

તે જગ્યાએ વરસાદના કારણે આ રીએક્ટરનું વજન વધુ હોવાથી જમીનમાં ફસાઇ ગયા હોવાથી હેવી ક્રેનો દ્વારા 2 દિવસ રેસ્ક્યુ કરી 2 રીએક્ટર બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.

જેથી આ બંને હેવી વાહનો પસાર થતાં હજુ 2 દિવસ જેટલો સમય થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આજ સુધી આ ભારે વાહનો કેનાલ પસાર કરી શકયા નથી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!