ડીસા નગરપાલિકા સંચાલિત સાયન્સ કોલેજની મંજૂરી સામે પૂર્વ પ્રમુખે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

Share

ડીસા નગરપાલિકા દ્વારા ડીસાની એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલમાં સાયન્સ કોલેજ શરૂ કરવામાં આવી છે. જેની નિયમ વિરૂધ્ધ મંજૂરી આપી હોવાના આક્ષેપ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

[google_ad]

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીસા નગરપાલિકા સંચાલિત એસ.સી.ડબ્લ્યુ હાઇસ્કૂલ કેમ્પસમાં સાયન્સ કોલેજની મંજૂરી અપાતાં વિવાદ થયો છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખે યુનિવર્સિટીએ તમામ નિયમો નેવે મૂકી કોલેજની મંજૂરી આપી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં ઘા નાખી છે અને જ્યાં સુધી હાઇકોર્ટનો ચૂકાદો ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને પણ પોતાના હીત માટે એડમિશન લેવા અન્ય વિકલ્પ વિચારવા માટે પણ અપિલ કરી છે.

[google_ad]

 

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીસામાં બે નવી સાયન્સ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ડીસા નગરપાલિકા સંચાલિત સાયન્સ કોલેજ જે એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ કેમ્પસમાં આવેલી છે તે કોલેજની મંજૂરી મેળવવા કોલેજ સત્તાવાળાઓ દ્વારા ખોટા સોગંદનામા રજૂ કરાયા હોવાનો અને કોલેજ તદ્દન નીતિ-નિયમ વિરૂધ્ધ પૂરતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર મંજૂરી મેળવી હોવાનો આક્ષેપ કરતી હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે.

[google_ad]

advt

 

ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ ભોગીલાલ શાહ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ‘યુનિવર્સિટીના ધારાધોરણ મુજબ કોલેજની મંજૂરી માટે પાંચ એકર ફરજીયાત જમીન જોઇએ તે મુજબ જમીન નથી અને કોલેજનું અલાયદું બિલ્ડીંગ નથી. આ ઉપરાંત પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. કોલેજ સત્તાવાળાઓએ મંજૂરી મેળવવા ખોટા સોગંદનામા રજૂ કરવામાં આવ્યા છે. જેથી આ કોલેજની મંજૂરી તાત્કાલીક રદ કરવામાં આવે અને હાલમાં આ મેટર હાઇકોર્ટમાં પેન્ડીંગ હોય વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ પોતાના સંતાનોના ભવિષ્ય માટે તેમાં એડમિશન ન લે અને એડમિશન માટે શહેર અને તાલુકામાં અન્ય વિકલ્પોનો સહારો લે તેવી અપિલ કરી છે.’

From – Banaskantha Update


Share