ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષા ની વેબસાઈટનું લોકાર્પણ ક્લેક્ટર સાંગલે ઍ કર્યુ.
ગ્રાહકોના હિત અને હક માટે છેલ્લા 17 વર્ષથી બિનરાજકીય રીતે જે ભારતીય બંધારણની મર્યાદામાં રહી કામ કરતી સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની જોરદાર ઉજવણી આજરોજ જિલ્લામાં કરવામાં આવી હતી
જિલ્લામાં અલગ-અલગ યોજાયેલા કાર્યક્રમમાં આજે શ્રી બીકે કડવા પાટીદાર આર્ટસ કોલેજ માં યોજાયેલ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના તોલમાપ નિયંત્રક બી.ડી.વહિઆ, શ્રી જાગૃત નાગરિક સંરક્ષણ મંડળના પ્રમુખ કિશોરભાઈ દવે અને મંત્રી પ્રિતેશ શર્મા , પૂર્વ નાયબ મામલતદાર અશોકભાઈ છુંછા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત પરંપરાગત રીતે કરાતી પ્રાર્થનાથી થઇ હતી ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ એ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
મુખ્ય વકતાગ્રાહક ચળવળકાર કિશોર દવે એ નવા ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઉપર પ્રકાશ પાડી ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના વિવિધ કિસ્સાઓ થકી છેતરપિંડીથી બચવા માટેના ઉપાયો બતાવ્યા હતા અને ગ્રાહકોને મળેલા અધિકારો નો ઉપયોગ કરવા ગ્રાહકોને હાકલ કરી હતી. મદદનીશ નિયંત્રક શ્રી વહિયા એ ગ્રાહક સંબંધી પ્રશ્નો ના જવાબ આપ્યા હતા.
ત્યારબાદ કાર્યક્રમની શ્રેણીમાં જે.ડી.મોદી આર્ટસ કોલેજ પાલનપુર ખાતે કલેકટર શ્રીસંદીપ સાંગલે ની અધ્યક્ષતામાં ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોને સેવા માટે બનાવેલ વેબસાઈટનું લોકાર્પણ કલેક્ટરશ્રી ના વરદ હસ્તે કરી ગ્રાહકોને અર્પણ કરવામાં આવી હતી આ વેબસાઈટના માધ્યમથી ગ્રાહકો પોતાના અધિકારો વિશે જાણી શકશે ઉપરાંત ગ્રાહક સુરક્ષાના વિષય સાથે સંકળાયેલા રહેશે નાની ફરિયાદો માટે ગ્રાહકોને હવે ધક્કા ખાવાની જરૂર નહીં રહે તેઓ વેબસાઈટ થકી પોતાની ફરિયાદ કરી શકશે વેબસાઇટના લોકાર્પણ પ્રસંગે કલેકટર સંદીપ સાંગલે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા માટે કામ કરતી શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ તે બનાસકાંઠા જિલ્લાના શોષિત અને પીડિત ગ્રાહકો માટે આશીર્વાદ સમાન છે. સંસ્થાના પ્રયાસોથી અનેક ગ્રાહકોને ન્યાય મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે તેવી અપેક્ષા અને શુભકામનાઓ પણ આપી હતી. ગ્રાહક ચળવળકાર કિશોર દવેએ ઉપસ્થિત રહી ગ્રાહક સુરક્ષા ધારો 2019 એ ગ્રાહકો માટે અલગ દિશા છે તેમ જણાવી સરકાર દ્વારા તાજેતરમાં જ સંશોધિત કરાયેલ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 ની જોગવાઇઓની સ્પષ્ટતા કરી ગ્રાહકોને મળેલા અધિકારો વિશે ઉપસ્થિત ગ્રાહકોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયામક બીડી વહીઆ ઍ ઉપસ્થિત ગ્રાહક વર્ગ સાથે સીધો વાર્તાલાપ કરી ગ્રાહકોના મનમાં ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ શ્રી ચૌહાણ, પ્રોફેસર સોહન દવે ,મીહીર દવે, અધ્યાપિકા ડો.સુરેખાબેન તેમજ વકીલ શ્રીમહેશ ચારણ, પૂર્વ નાયબ મામલતદાર અશોકભાઈ છુંછા, શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ડીસા ખાતે કોલેજ રોડ પર આવેલ મોડેલ સ્કૂલ માં શ્રી જાગૃત ગ્રાહક સુરક્ષા મંડળે એક ગ્રાહક જાગૃતિ શિબિર નું આયોજન કર્યું હતું
આ કાર્યક્રમ મા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ કિશોર દવે, મંત્રી પ્રિતેશ શર્મા, ટ્રસ્ટી રાજુ નાઇ, કમલેશ ઠક્કર, શીવસેના ઉત્તર ગુજરાત પ્રમુખ કમલેશ ઠક્કર, નવજીવન બી.ઍડ.કોલેજ ના પ્રિન્સિપાલ ટીનાબેન સોની, શાળા ના આચાર્ય પ્રવિણભાઈ પ્રજાપતિ સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.