થરાદમાં રિક્ષાનો અકસ્માત સર્જાતા રિક્ષાચાલકના ગળામાં ફૂટેલો કાચ ઘુસી જતા મોત

- Advertisement -
Share

થરાદમાં આવેલ શિવનગર શાળા નજીક રિક્ષાના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેમાં રીક્ષાનો આગળનો મુખ્ય કાચ રિક્ષાચાલકના ગળામાં ઘુસી જતા રિક્ષાચાલકનું મોત થયું હતું.

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં દિનપ્રતિદિન વધારો થઈ ગયો છે થરાદ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રિક્ષા ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત થયું હતું.

 

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો થરાદના શિવનગર શાળા નજીક રિક્ષા ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ડિવાઈડર સાથે અથડાઈ હતી રીક્ષા ડિવાઈડર સાથે અથડાતા તેનો મુખ્ય આગળનો કાચ ફુટવાથી રિક્ષાચાલક ભોપા પઠાણ નામના યુવકને તુટેલો કાચ ગળામાં ઘુસી જતા ભોપા પઠાણ નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ તેને સારવાર માટે તાત્કાલિક થરાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!