વધતી જતી મોઘવારી અને સમયના બદલાવની સાથે સાથે ખોટા ખર્ચાઓ અને કુરીવાજ અટકાવવા માટે ડીસા રબારી સમાજ સમૂહ લગ્ન તરફ આગળ વધ્યો છે. જેમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને રબારી સમાજના આગેવાન માવજીભાઈ દેસાઈએ સમૂહ લગ્નમાં પ્રથમ પોતાની દીકરીનું નામ નોંધાવી એક અનોખી પહેલ કરી છે.
[google_ad]
રબારી ગોપાલક છાત્રાલય ડીસા ખાતે રવિવારે રબારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારી તેમજ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ અને રબારી ગોપાલક છાત્રાલય ડીસાના પ્રમુખ રેવાભાઈ દેસાઈ સહિત રબારી સમાજના મુખ્ય આગેવાનો અને યુવાનોની ઉપસ્થિતિમાં એક અગત્યની મિટિંગ યોજાઈ હતી.
[google_ad]
રબારી સમાજના આગેવાનો અને યુવાનોએ વધતી જતી મોઘવારીમાં રબારી સમૂહ લગ્નમાં જોડાય તેવું સૂચન કર્યું હતું. જેને ઉપસ્થિત તમામ લોકોએ તાળીઓના ગગડાટથી વધાવી લીધું હતું. બેઠકમાં રબારી સમાજના આગેવાન તરીકે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ ડીસા ખાતે યોજાનાર પ્રથમ સમૂહ લગ્નમાં પોતાની દિકરીના લગ્ન સમૂહ લગ્નમાં કરવાની જાહેરાત કરી એક અનોખી પહેલ કરી હતી.
[google_ad]
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં ડીસા ખાતે યોજાનાર સમૂહ લગ્નમાં રબારી સમાજના વધુમાં વધુ લોકો જોડાય તે માટે રબારી સમાજના આગેવાન ગોવાભાઈ રબારી અને માવજીભાઈ દેસાઈએ અપિલ કરી હતી.
[google_ad]
ડીસાના સમશેરપુરા સ્થિત એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ ખાતે આગામી મહા મહિનામાં સમસ્ત રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાનાર છે. જેમાં કોઈ સંકોચ ન અનુભવે તે માટે રબારી સમાજના આગેવાન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ સમૂહ લગ્નમાં પ્રથમ પોતાની દીકરીનું નામ નોધાવી એક અનોખી પહેલ કરી હતી.
[google_ad]
એમ.એમ.દેસાઈ શૈક્ષણિક સંકુલ સમશેરપુરા ખાતે સમસ્ત રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાનાર છે. જેમાં ભોજન દાતા તરીકેનો લાભ પણ રબારી સમાજના આગેવાન અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ મગનભાઈ દેસાઈએ લીધો છે.
From – Banaskantha Update