બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે બસમાં ગાંજાની હેરાફેરી કરતાં બે શખ્સોને ઝડપ્યા

Share

#Banaskantha માંથી SOGએ નસીલા પદાર્થની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા

બનાસકાંઠા એસઓજી પોલીસે ગાંજાની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપી પાડયા છે. એસઓજી પોલીસે કુલ મુદ્દામાલ 59 હજાર 350 રૂપિયાનો કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

[google_ad]

બનાસકાંઠા એસઓજી પોલીસ પાલનપુર રામપુરા ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન અંબાજી તરફથી નારાયણ સરોવર જતી બસ ચેકીંગમાં પ્રકાશ નાઇ તથા મનુ પરમાર (બન્ને રહે. રૈયા તા. દિયોદર) વાળા ઈસમો પાસેથી ગાંજો ઝડપી પાડ્યો હતો.

[google_ad]

પોલીસે ચેકિંગ દરમિયાન બે ઈસમો જોડેથી 5 કિલો 335 ગ્રામ ગાંજો, જેની કિંમત 53 હજાર 350 રૂપિયા સહિત કુલ 59 હજાર 350 રૂપિયાના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]


Share