દાંતા હાઇવે પર CNG કારમાં આગ ભભૂકતાં લોકોમાં અફડા-તફડી

Share

દાંતા-પોશીના હાઇવે પર શુક્રવારે CNG કારમાં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકતાં અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. જેમાં ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં દાંતા-પોશીના હાઇવે પર શુક્રવારે દાંતાની સર ભવાની હાઇસ્કૂલ સામે અચાનક CNG કારમાં આગ ભભૂકતાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ કાર ચાલક સમય સુચકતા વાપરી બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો.

[google_ad]

કારમાં અચાનક આગ ભભૂકતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલીક ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

 

[google_ad]

જોકે, આગ લાગતાં કાર બળીને ભષ્મીભૂત થઇ ગઇ હતી. કાર ચાલક પોશીનાનો વતની હોવાનું સામે આવ્યું હતું અને તે પોતાની કાર લઇ દાંતા કામ અર્થે આવ્યો હતો અને પોતાનું કામ પતાવી દાંતાથી પોશીના જઇ રહ્યો હતો. ત્યારે અચાનક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. જ્યારે કારના માલિકને કાર બળીને ખાખ થઇ જતાં વ્યાપક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

 

From – Banaskantha Update


Share