થરાદમાં શખ્સે એ.ટી.એમ. કાર્ડ ચોરીને ખાતામાંથી રૂ. 15,900 સેરવી લેતાં ચકચાર

Share

 

થરાદના ભાચર ગામના યુવકની નજર ચૂકવી અજાણ્યા શખ્સે એ.ટી.એમ. કાર્ડ ચોરી પીન નંબર મેળવી લીધો હતો અને એ.ટી.એમ. મશીનમાંથી રૂ. 15,500 ઉપાડયા હતા અને બાઇકમાં રૂ. 400 નું પેટ્રોલ પુરાવતાં યુવક સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો હતો. આ અંગે થરાદ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

 

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદ તાલુકાના ભાચર ગામના સવજીભાઇ રામાભાઇ પટેલ ગુરૂવારે એ.ટી.એમ. મશીનમાં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. આ વખતે કોઇ અજાણ્યા શખ્સે તેમની નજર ચૂકવીને એ.ટી.એમ. કાર્ડ ચોરવા ઉપરાંત પીન નંબર પણ જોઇ લીધો હતો.

[google_ad]

 

 

 

 

 

 

ત્યારબાદ તેણે સવજીભાઇના બનાસ બેંકના એ.ટી.એમ. રૂમમાં જઇને મશીનમાંથી પ્રથમ રૂ. 10,000 પછી રૂ. 5,500 ઉપાડી લીધા હતા. જ્યારે શહેરના ડાયમંડ પેટ્રોલ પંપ પર જઇને રૂ. 400 નું પેટ્રોલ પણ બાઇકમાં નખાવ્યું હતું.

[google_ad]

 

 

 

 

 

 

 

આ અંગે પંપના સી.સી.ટી.વી. કેમેરા જોતાં યુવક હોવાની જાણ થઇ હતી. આ બનાવ અંગે થરાદ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ પણ સવજીભાઇ દ્વારા કરાઇ છે.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share