પાલનપુરમાં મોબાઇલ ફોનથી વરલી મટકાનો જુગાર રમતાં બે શખ્સોને પૂર્વ પોલીસ મથકની ટીમે ઝડપ્યા. જેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 17,780નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. પાલનપુરના અંબિકાનગર વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પૂર્વ પોલીસ મથકની ટીમે ગુરૂવારે રાત્રે ઓચિંતો છાપો માર્યો હતો.
જ્યાં મોબાઇલ ફોનમાં વરલી મટકાનો જુગાર રમાડતાં પાલનપુરના વિકટર જહોન હેરીશ અને રમેશભાઇ ઉર્ફે રમભ્ભો સોમાભાઇ પ્રજાપતિને ઝડપી લીધો હતો. જેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 17780નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તેમજ પિયુશ ઉર્ફે ટીનો રમેશભાઇ પ્રજાપતિને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
From – Banaskantha Update