ડીસામાં અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ આદર્શ હાઇસ્કૂલની મુલાકાત લીધી

- Advertisement -
Share

શાળામાં પોતાના બાળપણની યાદો તાજી કરી હતી : શાળા માટે તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવતાં સમગ્ર શાળા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઇ

 

ભારતમાં સૌથી મોટું અને વિશ્વના બીજા ક્રમમાં અદાણી ગૃપ આવે છે. ત્યારે અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલીન અદાણી મંગળવારે ડીસાના મહેમાન બન્યા હતા. બચપનમાં અભ્યાસ કરેલ શાળાના દિવસો યાદ આવતાં જ તેઓ ડીસાની આદર્શ હાઇસ્કૂલના મહેમાન બન્યા છે.

અદાણી ગૃપ ભારતનું સૌથી મૂલ્યવાન કોર્પોરેટ સમૂહ બની ગયું છે અને તેના માલિક છે. ગૌતમ અદાણી. ગૌતમ અદાણીના ભાભી શિલીન અદાણી બનાસકાંઠાની જાણીતી શૈક્ષણિક સંસ્થા આદર્શ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરેલો છે.
અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલીન અદાણી મંગળવારે શાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે શાળામાં પોતાના બાળપણની યાદો તાજી કરી હતી.
જયારે શાળાના પ્રધાનાચાર્ય કે.પી. રાજપૂત અને ટ્રસ્ટીગણ સમક્ષ પોતાની શાળા સમયની યાદો તાજી કરવા તે સમયની વાતો રજૂ કરી હતી.
શિલીન અદાણી ખો-ખો રમતના ખેલાડી હતા અને તેઓ જીલ્લા અને રાજ્યકક્ષા સુધી રમવા ગયા હોવાનું જણાવ્યું હતું.

 

તેમના વર્ગ શિક્ષિકા હસુમતીબેન પ્રજાપતિને મળીને ચરણોમાં વંદન કરતાં બંને ભાવવિભોર થઇ ગયા હતા. પોતાના સમયના ગુરુજીઓને યાદ કરી એમના ચરણોમાં નતમસ્તક વંદન કર્યાં હતા.

 

બાદમાં જે વર્ગખંડમાં અભ્યાસ કરતાં હતા તે વર્ગ અને સમગ્ર શાળા કેમ્પસમાં ફરી મુલાકાત લઇ પોતાના બાળપણની યાદો તાજી કરી હતી.
આ સમયે પોતાની વિદ્યાલય માટે જે પણ જરૂર છે તે પૂર્ણ કરવાની અને શાળા માટે તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવતાં સમગ્ર શાળા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઇ હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!