રાણપુરની જમીન રદ કરવા કલેકટરને રજુઆત : અસરગ્રસ્તને ફાળવેલ જમીન સ્થળ નથી

- Advertisement -
Share

ડીસા તાલુકાના રાણપુર ગામે યુનિવર્સિટીના અસરગ્રસ્તને ખોટા કાગળો અને નકશાના આધારે નાયબ કલેક્ટર પાલનપુરએ વગર સત્તાએ જમીન ફાળવી દીધા અનેક રજુઆત છતા જમીન રદ ન કરાતા હવે સમગ્ર મામલો જીલ્લા કલેકટર કચેરીએ પહોચ્યો છે અને જીલ્લા કલેકટર સમક્ષ લેખિત ફરિયાદ કરી અંગત સ્વાર્થ ખાતર ખોટો ઓર્ડર કરેલ હોઈ રદ કરવાની માંગ કરી છે. અને જે કાગળોના આધારે જમીનની ફાળવણી કરવામાં આવી છે તે તમામ કાગળો પણ રજૂ કર્યા છે.સાથે અસરગ્રસ્તની ત્રીજી પેઢીને જમીન સીધી ફાળવી ન શકાય છતાં ત્રીજી પેઢીના વારસદારના નામે ચાર એકર જમીનનો ઓર્ડર 2011ની સાલમાં કરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. તો જે નકશો તત્કાલીન સર્કલ ઓફિસરએ જે પારઘી અને રાણપુર ન તત્કાલીન તલાટી દિનેશ જોશીએ ગૌચરની જમીનને યુનિવર્સિટીની બતાવી નકશો બનાવ્યા બાદ પંચાયતએ પણ આ જમીન ગૌચરની અને પંચાયતની જોવાનું જણાવેલ છતા પણ અધિકારી પોતાના અંગત સ્વાર્થ ખાતર ખોટો ઓર્ડર કરી દીધા હતા.

[google_ad]

 

જોકે આ તમામ બાબતોને લઈને રાણપુર ગામના અરજદારે જીલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરેલ અને હુકમ રદ કરવાની માંગ કરી છે ત્યારે હવે જીલ્લા કલેકટર ખોટા ઓર્ડરને રદ કરી ખોટા પુરાવા ઉભા કરનાર અધિકારી, કર્મચારીઓ સામે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાની રહ્યું.

[google_ad]

અરજદાર અગાઉ જીલ્લા ફરિયાદ નિવારણમાં ગયેલ ત્યારે કલેક્ટરએ અરજદારની ફરિયાદની તત્કાલિન કાર્યવાહી કરી ફરિયાદીને જાણ કરવા આદેશ કરેલ પરંતુ બાદમાં નાયબ કલેકટર પાલનપુર કે ડીસા મામલતદારએ કલેકટરના આદેશનો પાલન જ ન કર્યો અને અરજદાર ને કોઈજ જવાબ આપેલ નહિ.

[google_ad]

ડીસાના વિવાદિત નાયબ કલેકટર એચ. એમ. પટેલ એ સર્કલ ઓફિસરએ ના મજૂર કરેલ નોંધ ને તા.24.1.2021 ના રોજ મંજુર કરી દીધેલ.જોકે પ્રકરણ જાણ્યા વગર અને સીટમાં તપાસ ચાલતી હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ ખાતર નોંધ મજૂર કરી દીધેલ.

[google_ad]

જીલ્લા નિરીક્ષક (DLR) એ જમીન માપણી માટે કલેકટર ની મંજૂરી મેળવવા અને મંજૂરી બાદ જમીનની માપણી કરવા માટે ડીસા નાયબ કલેકટરને પત્ર લખેલ અને માપણી માટે નાયબ કલેકટર ડીસાએ કલેકટરની મંજૂરી લીધા વગર સીધેસીધા નોંધ મંજુર કરી દીધેલ.જોકે હજુ સુધી DLR દ્વારા માપણી પણ થઈ નથી અને નોંધ નાયબ કલેકટર એચ.એમ.પટેલ એ મંજુર કરી દીધેલ.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!