ડીસા-થરાદ રોડ પર ચાલુ રીક્ષાનું અચાનક ટાયર ફાટતાં પલ્ટી ખાતાં 5 થી વધુ લોકો ઘવાયા : 1 યુવક ગંભીર

- Advertisement -
Share

ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા : પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

 

બનાસકાંઠામાં ડીસા-થરાદ હાઇવે પર ચાલુ રીક્ષાનું અચાનક ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.
અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
ખાસ કરીને નેશનલ હાઇવે પર છેલ્લા એક સપ્તાહમાં અનેક નાના-મોટા અકસ્માત સર્જાયા છે. જેમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે.
બુધવારે ડીસાના કાપરાથી એક રીક્ષા ડીસા તરફ આવી રહી હતી. તે સમયે અચાનક રીક્ષાનું ટાયર ફાટી જતાં રીક્ષા રોડ પર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો.

 

આ અકસ્માતમાં રીક્ષામાં સવાર 5 થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલીક તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જ્યાં એક યુવકની હાલત ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!