ટ્રમ્પનો આરોપ- સેનેટમાં રિપબ્લિકન્સને રોકવા માટે દરેક પ્રયાસ કરી રહી છે, સ્પીકર પેલોસી ફરીથી ગૃહમાં વિશ્વાસ ગુમાવી શકે છે

- Advertisement -
Share

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આરોપ-હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સ્પીકર પેલોસી સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવની સુનાવણીમાં મોડું કરી રહી છે.

સેનેટમાં રિપબ્લિકન નેતા મિશ મૈક્કોલેને કહ્યું- જ્યાં સુધી પેલોસી સેનેટમાં જરૂર દસ્તાવેજ નહીં મોકલે, અમે કંઈ ન કરી શકીએ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે હાઉસ સ્પીકર નેન્સી પેલોસી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, પેલોસી સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવ અંગેની સુનાવણીમાં મોડું કરી રહી છે. તે પુરેપુરો પ્રયાસ કરી રહી છે કે રિપબ્લિકન્સ સુનાવણીથી દૂર રહે. આ પહેલા પણ પેલોસીએ કહ્યું હતું કે, અમે સેનેટમાં મહાભિયોગ પ્રસ્તાવની નિષ્પક્ષ સુનાવણી ઈચ્છી રહ્યા છીએ. જ્યાં સેનેટ ક્યાં પ્રકારની સુનાવણી કરે તે ખબર નહીં પડે ત્યાં સુધી હાઉસ આપણા મહાભિયોગ સંચાલકોની પસંદગી નહીં કરે.

ફ્લોરિડામાં રજાઓ માણી રહેલા ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, અમેરિકન કોંગ્રેસના ઈતિહાસમાં પેલોસી દ્વારા મહાભિયોગ પ્રસ્તાવ લાવવો અત્યાર સુધીની સૌથી અયોગ્ય કાર્યવાહી હતી. હવે તે સેનેટમાં સુનાવણી માટે મોડું કરી રહ્યા છે. આવું કરીને તે નિયમોને તોડી રહ્યા છે. સુનાવણીમાં મોડું કરવાનો અધિકારી પેલોસીને છે. તેમનો આ નિર્ણય એકદમ અયોગ્ય અને નકારાત્મક છે. મહાભિયોગ પ્રસ્તાવ પર સુનાવણીમાં મોડું ન થવું જોઈએ.

કેલિફોર્નિયાના સાંસદ પેલોસીએ ટ્વીટ કરીને કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગૃહની પ્રક્રિયામાં દખલગીરી કરીને ગૃહને તેમના તમામ પુરાવા અને દસ્તાવેજોને પહેલા જ ખતમ કરી દીધા છે. હવે તે શું બહાનું બનાવી રહ્યા છે?

‘સેનેટમાં પેપર મોકલ્યા બાદ જ સુનાવણી થશે’
સોમવારે સેનેટના રિપબ્લિકન નેતા મિશ મૈક્કોનેલે કહ્યું કે, અમે મહાભિયોગ પ્રસ્તાવ અંગે સુનાવણી શરૂ કરવા માટે ગૃહને જરૂરી દસ્તાવેજ મોકલવા માટે પેલોસીની રાહ જોઈ રહ્યા છીએ. અમે કંઈ ન કરી શકીએ આ અંગે, જ્યાં સુધી સ્પીકર કાગળીયા નહીં મોકલે. હવે આવતા વર્ષે આ અંગે સુનાવણી થવાની સંભાવના છે.

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં મહાભિયોગ પ્રસ્તાવ અંગે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ(નીચલા ગૃહ)માં 18 ડિસેમ્બરે મતદાન થયું. ટ્રમ્પ દેશના ઈતિહાસમાં ત્રીજા એવા રાષ્ટ્રપતિ બની ગયા છે, જેની પર સંસદના નીચલા ગૃહ(હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ)માં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી. ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ માટે ગૃહમાં બે પ્રસ્તાવ રજુ કર્યા હતા. પહેલા પ્રસ્તાવમાં ટ્રમ્પ સત્તાના દૂરઉપયોગનો આરોપ હતો.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!