ડીસા કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાઈ ઉજવણી

- Advertisement -
Share

બનાસકાંઠામાં પણ આજે સાતમા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લા સહિત ડીસાની કોલેજમાં પણ યોગ દિવસની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી.

સાત વર્ષ અગાઉ જ્યારે સયુંકત રાષ્ટ્ર સંઘમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ વિશેનું મહત્વ સમજાવ્યું ત્યારે 177 દેશોએ 21મી જૂન 2015થી આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું ત્યારે આજે વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી કરાય છે.

 

Advt

 

ત્યારે બનાસકાંઠા જિલ્લા સહિત ડીસાની અનેક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ડીસા ખાતે આવેલ ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ કોરાના ગાઈડલાઈનનું પાલન કરી એન.એસ.એસ.ના સ્વયંસેવક ભાઈ-બહેનો તેમજ શૈક્ષણિક સ્ટાફ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

 

પ્રોગ્રામ ઓફીસર ડો. તૃપ્તિબેન.સી.પટેલના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યક્રમમાં ડો. મિતલબેન એન.વેકરીયાએ વિદ્યાર્થીઓને પ્રાણાયમ તેમજ વિવિધ પ્રકારના યોગ (તાડાસન, વૃક્ષાસન, વજાસન, ત્રિકોણાસન, ભુજંગાસન, શલભાસન, પવનમુક્તાસન, સૂર્યનમસ્કાર)કરાવ્યા હતા. તેમજ કોલેજના કાર્યકારી આચાર્ય રાજુભાઇ રબારીએ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે નિયમિત યોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!