ડીસાના પાલનપુર હાઈવે પર આવેલ ભૂમિ સોસાયટી માંથી ઘર આગળ પાર્ક કરેલી ઇકો ગાડીની અજાણ્યા શખ્સ ઉઠાંતરી કરી ગયા અંગેની ડીસા દક્ષિણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
[google_ad]
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં વાહન ઉઠાંતરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે પાલનપુર હાઈવે પર આવેલ મુરલી ટાયરની પાછળ ભૂમિ સોસાયટી ખાતે રહેતા મોહનલાલ રતનસિંહ પટેલ મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
[google_ad]
રાત્રે તેમના ઘર આગળ પોતાની ઈકો ગાડી નંબર GJ-02-BH-3623 પાર્ક કરેલી હતી સવારે જોતા તો પાર્ક કરેલ ઈકો ગાડી ન દેખાતા આજુબાજુ તપાસ કરતા ઈકો ગાડી મળી આવેલ નહિ. જેથી કોઈ અજાણ્યો શખ્સ ઈકો ગાડીની ઉઠાંતરી કરી ગયો હોવાનું માલુમ પડતા ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.\
From – Banaskantha Update