‘ચૂંટણી પહેલાં લાગતું હોય છે કે ભાજપનો સફાયો થઈ જશે, પરંતુ સફાયો કોંગ્રસનો જ થઈ જાય છે’, કોંગી ધારાસભ્ય કિરીટ પટેલનો બળાપો

- Advertisement -
Share

પાટણ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેમાં કિરીટ પટેલ ખુદ કબૂલી કરી કે, ભાજપ પાસેથી શિસ્તતા શીખવી પડશે. ચુંટણી પહેલાં એવું લાગતું જ હોય છે કે હવે તો ભાજપનો સફાયો થઇ જશે, પણ સફાયો કોંગ્રેસનો જ થઈ જાય છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાટીદાર નેતા હાર્દિક પટેલના અધ્યક્ષસ્થાને ગુરૂવારના રોજ પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ હતી.

[google_ad]

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કાર્યકરોને જણાવ્યું હતું કે, આપડી પાસે ઘણા બધા મુદા છે. ભાજપ પાસે કોઈ મુદો નથી ચૂંટણી આવે નગરપાલિકા ,તાલુકા પંચાયત હોય કે વિધાનસભા હોય ચૂંટણીના પાંચ, દસ, દિવસ મહિના પહેલા એવું લાગે કે ભાજપનો સફાયો થઈ જશે પણ છેવટે સફાયો આપડો થઈ જાય છે. આપડી પાસે બધા મુદ્દા છે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી આજથી નહીં છેલ્લા પાંચ વર્ષથી કોઈ મુદ્દો નથી ખેડૂતો નારાજ, વેપારીઓ નારાજ, શિક્ષિત નારાજ, બેકારો નારાજ, બહેનો ગેસના બાટલાથી નારાજ તો આવું થાય છે કેમ? કોઈ દિવસ વિચાર્યું આપણે બજાર ફરતા હોય 50 જણાને પૂછો તો કહેશે 45 લોકો કહેશે સરકાર બોગસ છે. મોંઘવારી વધી, પેટ્રોલના ભાવ વધ્યા, ખેડૂતો બરબાદ થઈ ગયા કોઈને નોકરી મળતી નથી વોટ આપવામાં આવે એટલે 44માંથી 40 ભાજપની આવે અને 4 આપણી આવે થાય છે ને એ કેમ થાય છે એ આપણે વિચારવાનું છે.

[google_ad]

 

પહેલા તો આપડી અંદર શિસ્તનો અભાવ છે. ભાજપ જોડે ઘણુંબધું શીખવાનું છે. શિસ્ત, આયોજન, આપડે વાતો કરીએ બેસી રહીએ પણ કાગળ ઉપર કઈ ના હોય અને છેલ્લે દિવસ બુથ પર બેસવા માટે આપડો કોઈ માણસ હોય નહીં આવી ઘણી બધી વાતો છે.

[google_ad]

પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિની કાર્યકારી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારના રાજમાં બેફામ વધી રહેલી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 7 જુલાઈ થી તારીખ 17 જુલાઈ સુધી લોકજાગૃતિના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે તેમાં સૌ આગેવાનો અને કાર્યકરોએ જોડાઈ સરેઆમ નિષ્ફળ બનેલી ભાજપ સરકારને લોકો સમક્ષ ખુલ્લી પાડવાનું જણાવી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સેટીગની રાજનીતિથી દુર રહી જ્યાં સુધી માથા લાલ નહીં થાય ત્યાં સુધી ક્રાંતિ નહિ આવે તેમ જણાવી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત બને તે માટે આહવાન કર્યું હતું.

[google_ad]

 

સાથે સાથે હાર્દિકે મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, કિશાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા વધુમાં વધુ લોકો કોંગ્રેસમાં જોડાય તે માટેના આયોજન અને બેઠકો કરવા અપીલ કરી હતી. હાર્દિકે ભાજપની કટુ નીતિને આડે હાથે લેતા જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ભાજપ ત્રીજી-ચોથી રાજકીય પાર્ટીઓને તૈયાર કરી પોતાનો સ્વાર્થ સાધી લેતી પાર્ટી હોવાનું જણાવી તેઓએ કોંગ્રેસના જુના કાર્યકર્તાઓ, આગેવાનો અને વડીલોને સાથે રાખી આગામી વિધાનસભાની ચૂંટણી માં કોંગ્રેસ પાર્ટી વિજય બને તે દિશામાં પ્રયત્નો કરવા જણાવ્યું હતું. તેઓએ પાટણ કોંગ્રેસનાં ધારાસભ્યે વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નોતરી કરી પાટણ જિલ્લાના પ્રાણ પ્રશ્નોને વાચા આપી હોય ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ સાથે મળી પાર્ટીને મજબૂત બનાવવા જણાવ્યું હતું.

[google_ad]

 

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને ભાજપ પાસેથી સંગઠન રચના અને ડિસીપ્લીન જેવી બાબતો શિખવા ટકોર કરી દર ચુંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું ચિત્ર સ્પષ્ટ જોવાં મળતું હોવા છતાં પરિણામ આવે ત્યારે આપણને નિરાશા સાંપડતી હોય છે તેનું મુખ્ય કારણ આપણામાં ચુંટણી લક્ષી આયોજનનો અભાવ અને હોદ્દો મળ્યા પછી તે પ્રમાણે કામ ન કરાતું હોવાનું જણાવી કામ કરનારાં લોકો એ જ હોદ્દો લેવો જોઈએ અને પાર્ટી જે પણ જવાબદારી સોપે તેને પુરી ઈમાનદારીથી નિભાવવી જોઈએ તો જ આગામી વિધાનસભામાં કોંગ્રેસ મજબુતીથી ઉભરી આવશે. હાલ ગમે તે વ્યક્તિને પુછીએ તો પણ તે આ ભાજપ સરકાર નિષ્ફળ હોવાનું જણાવી રહી છે ત્યારે આપણે પણ આપણા સંગઠનને શિસ્તબદ્ધ રીતે ચુંટણીલક્ષી આયોજન સાથે કામ કરવા જણાવ્યું હતું.

[google_ad]

 

 

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે કાર્યકરોને જણાવ્યું હતું કે, બાબુજીએ કહ્યું કે, આપડી પાસે ઘણા બધા મુદા છે. ભાજપ પાસે કોઈ મુદો નથી ચૂંટણી આવે નગરપાલિકા ,તાલુકા પંચાયત હોય કે વિધાનસભા હોય ચૂંટણીના પાંચ, દસ, દિવસ મહિના પહેલા એવું લાગે કે ભાજપનો સફાયો થઈ જશે પણ છેવટે સફાયો આપડો થઈ જાય છે. આપડી પાસે બધા મુદ્દા છે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી આજથી નહીં છેલ્લા પાંચ વર્ષથી કોઈ મુદ્દો નથી ખેડૂતો નારાજ, વેપારીઓ નારાજ, શિક્ષિત નારાજ, બેકારો નારાજ, બહેનો ગેસના બાટલાથી નારાજ તો આવું થાય છે કેમ? કોઈ દિવસ વિચાર્યું આપણે બજાર ફરતા હોય 50 જણાને પૂછો તો કહેશે 45 લોકો કહેશે સરકાર બોગસ છે. મોંઘવારી વધી, પેટ્રોલના ભાવ વધ્યા, ખેડૂતો બરબાદ થઈ ગયા કોઈને નોકરી મળતી નથી વોટ આપવામાં આવે એટલે 44માંથી 40 ભાજપની આવે અને 4 આપણી આવે થાય છે ને એ કેમ થાય છે એ આપણે વિચારવાનું છે. પહેલા તો આપડી અંદર શિસ્તનો અભાવ છે. ભાજપ જોડે ઘણુંબધું શીખવાનું છે. શિસ્ત, આયોજન, આપડે વાતો કરીએ બેસી રહીએ પણ કાગળ ઉપર કઈ ના હોય અને છેલ્લે દિવસ બુથ પર બેસવા માટે અપડો કોઈ માણસ હોય નહીં આવી ઘણી બધી વાતો છે.

[google_ad]

 

 

આ બેઠકમાં ઉપસ્થિત રહે​​​​​​લા કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપ સરકારના રાજમાં કિસાનોના દેવા માફ કરવા, તમામ પ્રકારે વધી રહેલી મોંઘવારી મુદ્દે, કોરોના મહામારીના સમયને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સહાય જાહેર કરવા અને રાજ્યમાં વધતી જતી મોંઘવારીનાં મુદ્દા જેવાં ચાર ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા જેને ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું હતું.તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ નાં ભાવ વધારાને પગલે આયોજિત સાયકલ રેલી માં તમામને જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.

[google_ad]

 

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી પાટણ તાલુકા ની આ કાયૅકારી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર,ભુરાભાઈ જોષી, હરેશભાઈ બારોટ, મહિલા પ્રમુખ ભૂમિકા પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ નાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!