ઇકબાલગઢમાં 2 વર્ષથી તંત્રની બેદરકારીથી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં : સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

સરપંચ અને વહીવટી તંત્રને જાણ કરવા છતાં સરપંચ અને વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી

 

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં રેલ્વે ઓવરબ્રિજ પર બ્રિજ બનાયા બાદ હજુ સુધી લાઇટ ચાલુ ન કરતાં ગ્રામજનો અને રાત્રિ દરમિયાન અવર-જવર કરતાં વાહન ચાલકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
જોકે, સ્થાનિક લોકો દ્વારા અવાર-નવાર તંત્રને જાણ કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતાં સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં રોષ ભભૂક્યો છે.

બનાસકાંઠા જીલ્લાના ઇકબાલગઢ ગામમાં હાઇવેથી ગામ તરફ જતાં વચ્ચે રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજ છેલ્લા 2 વર્ષથી ચાલુ તો કરવામાં આવ્યો છે.
પરંતુ બ્રિજ પર મૂકેલી સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છેલ્લા 2 વર્ષથી જોવા મળી રહી છે. સ્થાનિક લોકો દ્વારા અવાર-નવાર ઇકબાલગઢ સરપંચ અને વહીવટી તંત્રને જાણ કરવા છતાં સરપંચ અને વહીવટી તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
ઇકબાલગઢ હાઇવેથી લઇ રેલ્વે બ્રિજ પરથી બાલુન્દ્રા, કપાસીયા, ખારા, માનપુરા, વાઘોરીયા, વેરા, ઘાટા સહીત રાજસ્થાન અને દાંતીવાડાથી સીધો રસ્તો મળે છે.

 

જેના કારણે મોટાભાગના ગામોમાં જતાં વાહન ચાલકો રાત્રિના અંધારામાં રેલ્વે ઓવરબ્રિજ પર વળાંકના સમયે ક્યાંક અકસ્માતની ભય પણ સતાવતી હોય છે.
સ્થાનિક લોકો દ્વારા અવાર-નવાર રજૂઆત છતાં સરપંચ કે તંત્રને ધ્યાને ન આવતાં સ્થાનિક લોકો અને અવર-જવર કરતાં વાહન ચાલકોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!