ડીસા ચંદ્રલોક રોડ પર આવેલ રીલાયન્સનો મોબાઇલ ટાવર નગરપાલિકા દ્વારા સીલ કરાયો

- Advertisement -
Share

ડીસા શહેરમાં તાજેતરમાં યોજાયેલી ડીસા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ નગરપાલિકા દ્વારા એક્શન પ્લાન ઘડયો છે નગરપાલિકાની નવી બોડી દ્વારા વેરો વસૂલાતની ના કરતા વ્યવસાય અને રહેણાક મકાનો સામે વેરા વસૂલાતની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વેરો વસુલાત અંતર્ગત આજે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કડક કરાઈ કાર્યવાહી કરવામાં આવી છે.

 

 

ચીફ ઓફિસર દ્વારા આજે ચંદ્રલોક રોડ પર આવેલ ફિતનેશ વર્લ્ડ શોપિંગ સેન્ટર ઉપર ઉભો કરવામાં આવેલ રીલાયન્સ કંપનીના મોબાઇલ ટાવર સંચાલકો દ્વારા 1.56 હજારનો વેરો બાકી હોય વારંવાર નગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હોવા છતાં નોટીસની અવગણના કરાતાં આજે રિલાયન્સ કંપનીનો મોબાઇલ ટાવર સીલ મારી નગરપાલિકા દ્વારા કરાઈ કડક કાર્યવાહી.

 

 

જ્યારે ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે જો અન્ય કંપનીઓ તરફથી પણ જો મોબાઈલ ટાવરના વેરા ભરવામાં નહીં આવે તો આગળ તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

 

સાથે-સાથે ડીસા શહેરમાં ટુંક સમયમાં નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવશે તેમજ બાકી લેણેદારો દ્વારા નગરપાલિકામાં ઝડપી વિકાસનાં કામોમાં સહકાર આપવા વેરો ટાઈમસર ભરવા ચીફ ઓફિસર દ્વારા શહેરજનોને અપીલ કરવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!