અંબાજીમાં પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધી યોજાઇ : ગર્ભગૃહની સાથે યંત્ર અને તમામ પ્રકારની પૂજા સામગ્રીની સાફ-સફાઇ કરાઇ

- Advertisement -
Share

સોની પરિવાર 189 વર્ષથી પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધી અંબાજી મંદિરમાં કરે છે.

 

ભાદરવી પૂનમનો મહામેળો પરિપૂર્ણ થયા બાદ દર વર્ષે યોજાતી પ્રક્ષાલન વિધી મંગળવારે યોજાઇ હતી. જેમાં પરંપરાગત રીતે દર વર્ષે આવતાં અમદાવાદના સોની પરિવારે અંબાજી માતાજી મંદિરમાં પ્રક્ષાલન વિધીમાં ભાગ લીધો હતો.

પ્રક્ષાલન વિધીમાં અંબાજી મંદિર અને માતાજીના ગર્ભગૃહ સાથે યંત્ર અને તમામ પ્રકારની પૂજા સામગ્રી સાથે માતાજીના આભૂષણોની સાફ-સફાઇ અમદાવાદના સોની પરિવાર દ્વારા કરાઇ હતી.
સોની પરિવાર દ્વારા કરાતી પ્રક્ષાલન વિધીમાં માતાજીના આભૂષણોની સાફ-સફાઇ દરમિયાન પડતી ઘટને લઇને સોની પરિવાર દ્વારા એક સોનાની પૂતળી આપવામાં આવતી હોય છે.

ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન અંબાજી મંદિરમાં કોઇપણ પ્રકારની અપવિત્રતા થઇ હોય તે હેતુથી દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો પરિપૂર્ણ થયા બાદ અંબાજી મંદિરના શુદ્ધીકરણ માટે પ્રક્ષાલન વિધી કરવામાં આવતી હોય છે.

પ્રક્ષાલન વિધી માટે અંબાજીના કોટેશ્વર ધામથી સરસ્વતી નદીનું પવિત્ર જળ લાવીને માતાજીના મંદિર સહીત યંત્ર અને પૂજા સામગ્રીની સાફ-સફાઇ કરવામાં આવતી હોય છે.

 

પ્રક્ષાલન વિધી દરમિયાન માતાજીના કોઇપણ આભૂષણોમાં ખોટ પડતી હોય તો સરભર કરવા માટે એક સોનાની પૂતળી આપવામાં આવતી હોય છે.
મંગળવારે આ સોનાની 189 નંબરની પૂતળી માતાજીના મંદિરમાં અપાઇ હતી. સોની પરિવાર 189 વર્ષથી પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધી અંબાજી મંદિરમાં કરે છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!