પાલનપુર એલ.સી.બી. પોલીસે ધાનેરામાં સ્વીફ્ટ કારમાં દારૂ સાથે 2 શખ્સોને ઝડપ્યા

- Advertisement -
Share

1624 દારૂની બોટલો કિંમત રૂ. 2,71,040 સહીત કુલ રૂ. 5,81,040 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે બુધવારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે.

પોલીસે કારમાંથી 1624 દારૂની બોટલ ઝડપી પાડી 2 શખ્સોની અટકાયત કરી છે. આ અંગે ધાનેરા પોલીસે 2 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છેે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે બુધવારે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કારમાંથી રૂ. 2,71,040 નો દારૂ ઝડપી પાડયો છે.

 

એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, એક સ્વીફ્ટ કાર દારૂ ભરીને રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવનાર છે.

 

જે આધારે એલ.સી.બી. પોલીસે ચેકીંગ દરમિયાન સ્વીફ્ટ કાર નં. GJ-01-RY-3001 માંથી 1624 દારૂની બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂ. 2,71,040 નો દારૂ સહીત કુલ રૂ. 5,81,040 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે 2 શખ્સોની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!