ડીસાના ત્રણ હનુમાન રોડ નજીકથી બાઇકની ઉઠાંતરી

- Advertisement -
Share

ડીસાના ત્રણ હનુમાન રોડ નજીક મેડીકલની દુકાનની આગળ પાર્ક કરેલ બાઇકની કોઇ અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી જતાં ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.

 

 

આ અંગેની વિગત જોઇએ તો, ડીસાની સોમનાથ ટાઉન શીપ સોસાયટીમાં રહેતાં રમેશકુમાર રણછોડભાઇ સુથાર તેમનું બાઇક નંબર GJ -08-BP-2864 નું લઇ મહાદેવીયા ગામે શિક્ષક તરીકે નોંકરી કરતાં હોઇ ગયા હતાં. નોકરી પૂર્ણ કરી પરત ડીસા આવ્યા બાદ તેઓએ તેમનું બાઇક ડીસાના ત્રણ હનુમાન રોડ નજીક મેડીકલની સામે પાર્ક કરી નોટબુક લેવા સ્ટેશનરીની દુકાને ગયેલ હતાં. પરંતુ પરત આવી જોતાં તેમને પાર્ક કરેલ જગ્યા ઉપર મોટર સાઇકલ ન મળી આવતાં તેઓએ આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ મોટર સાઇકલ ન મળી આવતાં અજાણ્યો ઇસમ બાઇકની ઉઠાંતરી કરી ગયો હોવા અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!