થરાદ-ધાનેરા હાઇવે પર ખેંગારપુરા પાટીયા નજીક બુધવારે ધાનેરા તરફથી આવતી SUV ગાડી અને ડી.ડી.ઓ. ની સરકારી ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાના સમાચાર મળતાં સ્થાનિક સરપંચ, ટી.ડી.ઓ. અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
આ અકસ્માતની વિગત એવી છે કે, ડી.ડી.ઓ. બુધવારે થરાદથી બેઠક પુરી કરી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન થરાદ-ધાનેરા હાઇવે પર ખેંગારપુરા પાટીયા નજીક ધાનેરા તરફથી આવતી SUV ગાડી અને ડી.ડી.ઓ.ની સરકાર ગાડી નં. GJ-08-G-1551 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
[google_ad]
જેમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે ગાડીઓને ભારે નુકશાન થયું હતું. આ બનાવના સમાચાર મળતાં સ્થાનિક સરપંચ, ટી.ડી.ઓ. અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
[google_ad]
From – Banaskantha Update