ડીસામાં 108 એમ્બ્યુલન્સ વાનમાં આગ લાગતાં બાહોશ યુવકે આગ પર કાબુ મેળવ્યો

- Advertisement -
Share

શોર્ટ સર્કીટથી આગ લાગતાં 108 એમ્બ્યુલન્સ વાન બળીને ખાખ : 108 એમ્બ્યુલન્સ વાનમાં આગ લાગતાં માલગઢના ગામના બાહોશ યુવક અને ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરની ટીમે સતત પાણીનો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

 

ડીસામાં આવેલ ગાયત્રી મંદિર નજીક ડૉક્ટર હાઉસમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં શોર્ટ-સર્કીટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોએ દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો.
જો કે, ડીસાના ડૉક્ટર હાઉસમાં આગ લાગ્યાની જાણ ડીસા તાલુકાના માલગઢના ગામના બાહોશ યુવકને કરાતાં તેઓ તાત્કાલીક દોડી આવી ટ્રાફીક ફાયરના સાધનોનો ઉપયોગ કરીને સતત ખડેપગે રહીને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ હોસ્પિટલમાં લાગેલ ફાયર બોટલ ઉપયોગ કર્યા પછી ત્યારબાદ ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જયારે આગમાં 108 એમ્બ્યુલન્સ વાન બળીને ખાખ થઇ ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠામાં આગ લાગવાની ઘટનામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસાના ગાયત્રી મંદિર નજીક આવેલી ડોક્ટર હાઉસમાં આચાર્ય હોસ્પિટલની બાજુમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં અચાનક શોર્ટ-સર્કીટ થવાથી 108 એમ્બ્યુલન્સ વાનમાં આગ ભભૂકી ઉઠી હતી.
108 એમ્બ્યુલન્સ વાનમાં આગ લાગતાં ડોક્ટર હાઉસમાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં તાત્કાલીક ઘટનાસ્થળે ડીસા તાલુકાના માલગઢ
ગામના બાહોશ સાચા હીરો ફાયર એન્ડ સેફટી સાથે સંકળાયેલા અલ્પેશભાઇ છગનભાઇ સાંખલા (માળી) ને જાણ કરતાં 108 વાનની જેમ ઘટનાસ્થળે દોડી આવી 108 એમ્બ્યુલન્સ વાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા અથાગ પ્રયત્ન શરૂ કર્યા હતા.
જ્યારે હોસ્પિટલમાં લાગેલ ફાયર બોટલ ઉપયોગ કર્યા પછી ત્યારબાદ ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જ્યારે માલગઢ ગામના બાહોશ સાચા હીરોએ પાણીની બોટલની વ્યવસ્થા કરી હતી અને યુ.જી.વી.સી.એલ.ની કચેરીએ ટેલીફોનીક વાત કરી તાત્કાલીક વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો.

જ્યારે માલગઢના સાચા હીરો બની આગ પર કાબુ મેળવ્યો તે ખરેખર સરાહનીય કાર્ય કર્યું છે. જો કે, 108 એમ્બ્યુલન્સ વાનમાં લાગેલી ભયાનક આગના કારણે 108 એમ્બ્યુલન્સ વાન બળીને ખાખ થઇ ગઇ હતી.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!