ધાનેરા પોલીસની માનવતા : અસ્થિર મગજના બાળકને પરિવાર સાથે કરાવ્યું મિલન

- Advertisement -
Share

ધાનેરા ટાઉન પોલીસ વિવેકાનંદ ત્રણ રસ્તા પાસે તપાસમાં હતી. ત્યારે એક 14 વર્ષનો યુવક મળી આવ્યો હતો. જેથી પોલીસે તપાસ કરતાં તે છેલ્લા ચાર મહિનાથી ઘરેથી નિકળી ગયો હતો. જેથી પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ મથક તથા ગામ શોધીને આ યુવકને પોતાના પરીવાર સાથે મિલન કરાવતા ધાનેરા પોલીસ મથકે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

ધાનેરા પોલીસને ચાર દિવસ પહેલા એક 14 વર્ષનો યુવક મળી આવ્યો હતો અને તે ગુજરાતી કે હિન્દી ભાષા સમજતો કે બોલતો ન હોવાથી આ બાબતે પોલીસ મુશ્કેલીમાં મુકાઇ હતી.

 

ત્યારે ધાનેરાના પોલીસ ઇસ્પેક્ટર બી.વી.પટેલ દ્વારા આ યુવકને પ્રેમથી પોતાની ચેમ્બરમાં બોલાવી નાસ્તો કરાવીને ગુગલ મેપ ઉપર પોતાનું ગામ બાબતે જાણકારી મેળવવાની શરૂઆત કરતા તેણે ગુગલ મેપ ઉપર તેનું લોકેશન સમજાવતા તેણે આંગળી મુકતા તે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ આજુબાજુનો હોવાનું જાણવા મળતા ધાનેરા પોલીસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના ક્ન્ટ્રોલ રૂમનો સંપર્ક કરી બાળકના ફોટા મોકલ્યા હતા.

 

 

આ ગૂમ થયેલ બાળક મઉઆઇમા પોલીસ સ્ટેશન હદનો સરાય સુલ્તાન ઉર્ફે પુરેમગદુમ, તા.કુલપુર, જિ.અલ્હાબાદ, પ્રયાગરાજ,ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાની ખાત્રી થઇ હતી.

 

અને તે બાળકનું નામ સચીનકુમાર શ્રીહરીશચન્દ્ર પટેલ નો હોવાનું માલુમ થયું હતું. જેથી ધાનેરા પોલીસે મઉઆઇમા પોલીસ સ્ટેશન મારફતે તેના પરિવારનો સંપર્ક કરતાં તેના પરિવારમાંથી તેના ભાઇ સંજીતકુમાર શ્રીહરીશચન્દ્ર પટેલ તથા તેના કાકા રામપુજા શ્રીબંસીલાલ પટેલને ધાનેરા બોલાવ્યા હતા અને આ યુવકને પોતાના પરીવાર સાથે રવિવારે મિલન કરાવ્યું હતું. જેથી ધાનેરા પોલીસ મથકમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!