ભાભરમાં મેલડી માતાનો ભૂવો છું કહી છેતરી 1.30 લાખ ખંખેરતા ફરિયાદ

- Advertisement -
Share

ભાભરના મીઠા આનંદપુરાની પરિવાર સાથે આવેલ ચાર શખ્સોએ કહ્યું હું મેલડી માતાનો ભુવો છું અને દેવદુખ કાઢું છું તેમ કહી 1.30રૂ. લાખ ખંખેર્યા હતા. મહિલાએ ચાર ઠગ ભુવા સામે ગુનો નોંધાવ્યો હતો. મીઠા આનંદપુરા ગામના લેરાજી ધારસીજી ઠાકોર એક મહિના પહેલા પરિવાર સાથે ઘરે હાજર હતા.

 

દરમિયાન રીક્ષા લઈને અરવિદભાઈ રાવળ અને ગુલાબભાઈ સિંધી આવેલ ત્યારે અરવિદભાઈએ કહ્યું કે, હું મેલડી માતાનો ભુવો છું અને દેવ દુઃખ કાઢું છું જેથી લેરાજી ઠાકોર તેમની વાતોમાં આવેલ અને કહેવા લાગેલ કે અમારે ઘણા બધા સમયથી ઘરમાં શાંતિ રહેતી નથી જેથી અમે શાંતિથી રહી શકીએ તે માટે દેવ દુઃખ કાઢી આપો.
તમે કહેશો તેમ કરીશું તેમ કહેતા બંને જણા ઘરેથી જતા રહેલ અને તેના પછી તેમની સાથે વિહાભાઈ પરમાર અને વરસુંગી ઠાકોર અવારનવાર ઘરે આવતા અને દેવદુઃખ કાઢવાના બહાને રૂ.1,30,000 જેટલા લઈ ગયેલા ત્યારબાદ 25 ઓગસ્ટના રોજ બધા ઘરે હાજર હતા.
દરમિયાન રાત્રીના દસ વાગે અરવિંદભાઈ રાવળ તેમજ ગુલાબભાઈ સિંધી બંને જણા લેરાજી ઠાકોરના ઘરે કંકુ તથા અન્ય વિધિની સામગ્રી લઈ આવેલ અને માતાજીને વાળવાની વાત કરેલી અને બંને જણા બે કલાક જેવી તાંત્રિક વિધિ કરેલો ત્યારબાદ બંને જણ ફરીથી પૈસા માંગતા પરિવારને તેમના ઉપર શંકા જતા તેમને બેસવાનું કહેતા આસપાસના લોકો ભેગા થઈ જતા તે લોકો નાસવાનો પ્રયાસ કર્યો હતો.
કહેવા લાગ્યો કે અમે મેલડી માતાજીના ભુવા છીએ અને દેવદુઃખ કાઢીએ છીએ. તેમ કહી અવારનવાર લેરાજીના પરિવાર પાસેથી રૂપિયા લઈ જતા તેમજ ભુવાએ કહ્યું કે જો કોઈને આ વાત કરશો તો દેવી-દેવતા નારાજ થઈ જશે અને તમે મરી જશો અને અમો પણ બધાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા લેરાજી ઠાકોર સાથે ઠગાઈ કરેલી છે. રમીલાબેન લેરાજી ઠાકોરે ભાભર પોલીસ મથકે વરસુંગજી સેંધાજી ઠાકોર (રહે. દિયોદર ઓગડવાસ), વિહાભાઈ ઉર્ફે વિહારામ ખુમાભાઈ પરમાર (રહે. રૈયા દિયોદર), ગુલાબભાઈ હકીમભાઈ સિંધી (રહે દિયોદર, ગાયત્રી સોસાયટી) અને અરવિદભાઈ કેશાભાઈ રાવળ (દિયોદર લષ્મીપુરા) સામે ગુનો નોંધાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!