પાલનપુરમાં પ્રોહીબીશન ગુનામાં 2 વર્ષથી નાસતા-ફરતા 2 શખ્સોને તાલુકા પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા 2 આરોપીઓને અમીરગઢ મુકામેથી પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડયા

 

પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા પ્રોહીબીશન ગુનાના 2 આરોપીઓને ગુરુવારે અમીરગઢ નજીકથી ઝડપી પાડયા છે.
પાલનપુર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ તપાસ દરમિયાન બંને શખ્સોને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા 2 આરોપીઓને ગુરુવારે અમીરગઢ મુકામેથી પાલનપુર તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
જેમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલી કે, અમીરગઢ બોર્ડર તરફથી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા-ફરતા આરોપી હેમંત
પ્રવિણચંદ્ર પુરોહીત અને પ્રકાશચંદ્ર મોહનલાલ ટાંક (બંને રહે. રાજસ્થાન) ને ઝડપી પાડી વધુ તપાસ પાલનપુર તાલુકા પોલીસે હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!