ડીસામાં આંગણવાડી બહેનો 3 દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર : ખાનગીકરણ બંધ કરવા સહીત 14 માંગણીઓ માટે ધરણાં યોજ્યા

- Advertisement -
Share

કાર્યકરો ધરણાં પર બેસી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યાં

 

ડીસામાં છેલ્લા 3 દિવસથી આંગણવાડી કાર્યકરો અને તેડાઘર બહેનો વિવિધ માંગણીઓને લઇ હડતાળ પર ઉતર્યાં છે અને જ્યાં સુધી સરકાર તેમની 14 જેટલી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખશે અને કામકાજ પણ બંધ રાખશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠામાં આંગણવાડી કાર્યકરો-તેડાઘર બહેનોની હડતાળ ત્રીજા દિવસે પણ જારી છે. આંગણવાડી બહેનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા, પ્રાથમિક શાળાઓ સાથે રજા અને
માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો તેમજ ખાનગીકરણ બંધ કરવા સહીત 14 જેટલી માંગણીઓ મામલે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

 

છેલ્લા 3 દિવસથી ડીસામાં 800 થી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનો હડતાળ પર ઉતર્યાં છે. જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી પણ ઉચ્ચારી છે.
બનાસકાંઠા જીલ્લાના તમામ તાલુકાઓમાં ગુરુવારે મામલતદાર કચેરી આગળ કાર્યકરો ધરણાં પર બેસી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યાં હતા.

 

આ અંગે રીટાબેન ઠક્કર અને મધુબેન કાપડીએ જણાવ્યું હતું કે, ‘સરકાર અમને જે પગાર આપે છે તેમાં અમારૂ ઘર ચાલતું નથી. એટલે જ્યાં સુધી સરકાર અમને સરકારી કર્મચારી તરીકે દરજ્જો નહીં આપે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રહેશે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!